જેટલી છે રાઘવ ચઢ્ઢાની કુલ સંપત્તિ, પરિણીતી એક મહિનામાં કમાય છે તેનાથી વધારે

PC: twitter.com

છેલ્લા કેટલાક સમયથી સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણિતી ચોપડાનું નામ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની વાતો લખવામાં આવે છે કે બંને 6 એપ્રિલના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની ચર્ચા પર હાલમાં ન તો રાઘવ ચઢ્ઢા અને ન તો પરિણિતી ચોપડા તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. લગ્નની ચર્ચાઓ વચ્ચે આવો રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપડાની સંપત્તિ પર એક નજર નાખીએ.

રાઘવ ચઢ્ઢાએ વર્ષ 2022માં ચૂંટણી પંચને જે એફિડેવિટ આપી હતી, તેમાં જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ 37 લાખ રૂપિયાની ચલ સંપત્તિ છે. વાત પરિણિતી ચોપડાની કરીએ તો તે રાઘવ ચઢ્ઢાથી અનેક ગણી વધારે અમીર છે. જેટલી રાઘવ ચઢ્ઢાની સંપત્તિ છે તેનાથી વધારે પરિણિતી ચોપડા એક મહિનામાં કમાઈ લે છે. સેલિબ્રિટીની સંપત્તિની જાણકારી રાખનારી એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, પરિણિતી ચોપડાની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયા છે. પરિણિતી ચોપડા ફિલ્મો અને એન્ડોર્સમેન્ટથી લગભગ દર મહિને 40 લાખ રૂપિયાની કમાણી કરે છે.

ઉલ્લેખની છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વખત રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપડા એક સાથે નજરે પડી ચૂક્યા છે. બંનેની તસવીરો વાયરલ થયા બાદ જ આ પ્રકારની ચર્ચાઓને વેગ મળ્યો કે બંને લગ્ન કરવાના છે. પરિણિતી ચોપડા હાલમાં પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છવાયેલી છે. પરિણિતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા વચ્ચે વારંવાર થઈ રહેલી મુલાકાતો પર ફેન્સની નજરો ટકેલી છે. તો આમ આદમી પાર્ટીના નેતા સાથે રિલેશનશીપના સમાચારો વચ્ચે પરિણિતી ચોપડા સાથે ફિલ્મ ‘કોડ નેમ તિરંગા’માં કામ કરી ચૂકેલા હાર્ડી સંધૂએ જણાવ્યું કે, તેણે પરિણિતીને ફોન કરીને શુભેછા પાઠવી છે.

પંજાબી સિંગર અને એક્ટર હાર્ડી સંધૂએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે એ આખરે થઈ રહ્યું છે. હું પરિણિતી ચોપડાને ગુડ લક વિશ કરું છું. હાર્ડી સંધૂએ પરિણિતી ચોપડા સાથે વર્ષ 2022માં રીલિઝ થયેલી સ્પાઈ થ્રીલર ‘કોડ નેમ તિરંગા’માં કામ કર્યું હતું. હાર્ડીએ જણાવ્યું કે, આ ફિલ્મની શૂટિંગ દરમિયાન તે અને પરિણિતી લગ્ન બાબતે વાત કરતા હતા. જ્યારે અમે ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા, અમારી વચ્ચે લગ્નને લઈને વાતચીત થતી હતી. પરિણિતી મને કહેતી હતી કે, હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને લાગશે કે મેં પોતાનો મિસ્ટર રાઇટ શોધી લીધો છે. તેણે હાલમાં જ પરિણિતી સાથે વાત કરી. તે કહે છે કે હાં મેં તેને ફોન કર્યો અને શુભેચ્છા પાઠવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp