કઝાકિસ્તાની મોડલ સાથે પણ ન ફાવ્યું, રાહુલ મહાજન લેશે ત્રીજીવાર ડિવોર્સ

PC: hindi.bollywoodshaadis.com

ઇન્ડસ્ટ્રીમાં એક્ટર્સના છૂટાછેડાના સમાચાર સામાન્ય બની ગયા છે. ફરદીન ખાન પછી હવે રાહુલ મહાજનનું નામ પણ સામે આવ્યું છે. લગ્નના ચાર વર્ષ પછી રાહુલ મહાજન પત્ની નતાલ્યા ઈલિનાથી છૂટાછેડા લઈ રહ્યો છે. અગાઉ તેણે ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા.

ઘણા રિયાલિટી શોના સ્પર્ધક રહી ચુકેલા રાહુલ મહાજન પોતાની પત્નીથી છૂટાછેડા લઈ રહ્યા છે. તેણે કઝાકિસ્તાનની મોડલ નતાલ્યા ઇલિના સાથે લગ્ન કર્યા હતા અને હવે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, લગ્નના ચાર વર્ષ પછી દંપતીએ ગયા વર્ષે છૂટાછેડા માટે અરજી કરી હતી. હવે એક સૂત્રએ આ વાતની સાબિતી આપી છે. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા રાહુલ મહાજને ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા અને તેણે તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા. હવે ડિમ્પીએ બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા છે.

દંપતીના નજીકના એક મિત્રએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, 'શરૂઆતથી જ બંને વચ્ચે ઘણી સમસ્યાઓ હતી. જો કે, તેઓએ તેમના લગ્નને જેટલું ખેંચાય એટલું ખેંચ્યું. આખરે ગયા વર્ષે તેઓ અલગ થઈ ગયા અને છૂટાછેડા માટે અરજી કરી હતી.' દંપતીએ ગયા વર્ષે પેપરવર્ક ફાઇલ કર્યું હતું, તે સ્પષ્ટ નથી કે છૂટાછેડા થયા છે કે હજુ પ્રક્રિયા ચાલી રહી છે. નતાલ્યા રાહુલની ત્રીજી પત્ની હતી. તેણે અગાઉ 2006-2008 દરમિયાન શ્વેતા સિંહ સાથે અને પછી ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા, જેની મુલાકાત તે રિયાલિટી શો 'રાહુલ દુલ્હનિયા લે જાયેગા'માં થઈ હતી. ડિમ્પી અને રાહુલે 2010માં લગ્ન કર્યા હતા અને 2015માં અલગ થઈ ગયા હતા.

રાહુલ મહાજનના એક નજીકના મિત્રએ જણાવ્યું કે, 'ત્રીજા છૂટાછેડા પછી તેમની તબિયત સારી નથી.' તે આગળ કહે છે, 'બ્રેકઅપ પછી તે સંપૂર્ણપણે ભાંગી ગયો હતો. તે હવે ઠીક છે. તે ફરીથી બધું સારું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગયા વર્ષે તેની હાલત બહુ સારી નહોતી. હવે તેને પ્રેમ મળવાની આશા છે. તેણે પોતાના ભૂતકાળના અનુભવોને કારણે પોતાના અંગત જીવન વિશે વાત ન કરવાનો પણ નિર્ણય લીધો છે.'

જો કે, રાહુલ મહાજને ન તો આ અહેવાલને નકાર્યો કે ન તો, તે સાચું છે એમ કહ્યું. તેણે કહ્યું, 'હું મારા અંગત જીવનને ખાનગી રાખવા માંગુ છું. હું આ અંગે કંઈપણ ટિપ્પણી કરવા માંગતો નથી. મારા અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે, તેના પર હું મારા મિત્રો સાથે પણ વાત નથી કરતો.' નતાલ્યા ઇલિનાએ પણ આ અંગે કશું કહ્યું ન હતું. રાહુલ રિયાલિટી શો 'બિગ બોસ'ની ઘણી સીઝનમાં દેખાયો છે અને છેલ્લે નતાલ્યા સાથે 'સ્માર્ટ જોડી'માં જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp