
12 માર્ચે, 95મો ઓસ્કાર એવોર્ડ યોજાયો હતો, જેમાં SS રાજામૌલીની ફિલ્મ RRRના ગીત 'નાટુ નાટુ'ને શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે ફિલ્મ RRRની ટીમ આનંદમાં હતી. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મની ટીમે ઓસ્કાર સમારોહ માટે સીટ રિઝર્વ કરવા માટે કેટલો ખર્ચ કર્યો હતો? અને તેનો ખર્ચ બીજા કોઈએ નહિ પરંતુ RRR ફિલ્મના નિર્દેશક SS રાજામૌલીએ ઉઠાવ્યો હતો.
'ઓસ્કર 2023' ઈવેન્ટમાં 'RRR'ના ડાયરેક્ટર SS રાજામૌલી અને તેમની ટીમને છેલ્લી સીટ આપવા બદલ લોકો મેનેજમેન્ટથી ખૂબ નારાજ થયા હતા. લોકોએ તેને 'RRR'ની ટીમનું અપમાન ગણાવ્યું હતું. પરંતુ અંત સારો તો બધું સારું એમ, 'એકેડેમી એવોર્ડ્સ'માં ભારતની જીતે સમગ્ર દેશને ખુશ કરી દીધો હતો. અને લોકો આ અપમાન ભૂલી ગયા હતા. આ જીતથી આખી ટીમ પણ આનંદથી તરબોળ થઇ ગઈ હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, SS રાજામૌલીએ ઓસ્કર 2023ની દરેક સીટ માટે 20 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. 'નાટુ નાટુ' ગીતના સંગીતકાર MM કીરવાની, ગીતકાર ચંદ્ર બોઝ અને તેમની પત્નીઓને ઓસ્કાર 2023માં મફત પ્રવેશ હતો. એકેડેમી એવોર્ડ્સ અનુસાર, જેઓને એવોર્ડ આપવામાં આવે છે અને તેમના પરિવારની એન્ટ્રી ફ્રી છે. આ સિવાય જો કોઈ અન્ય વ્યક્તિ ઓસ્કાર એવોર્ડ સમારોહનો ભાગ બનવા માંગે છે, તો તેણે તેના માટે ખાસ્સી એવી મોટી રકમનો ખર્ચ કરવો પડતો હોય છે.
આ રીતે, એવું કહી શકાય કે SS રાજામૌલીએ ફિલ્મ RRRની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પોતાના અને તેમની ટીમના અન્ય સભ્યો માટે ટિકિટ પણ ખરીદી હતી. ઓસ્કર 2023 માટે ટિકિટની કિંમત વ્યક્તિ દીઠ 25,000 ડૉલર હતી, જે ભારતીય રૂપિયામાં 20.6 લાખ રૂપિયાની સમકક્ષ છે. આ રકમ ખર્ચ્યા પછી, તમામ ટીમ સમારોહમાં હાજર રહીને ઓસ્કાર એવોર્ડમાં 'નાટુ નાટુ'ની ઐતિહાસિક જીત જોઈ શકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, SS રાજામૌલી તેમની પત્ની રામા રાજામૌલી, પુત્ર કાર્તિકેય અને પુત્રવધૂ સાથે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ફિલ્મના મુખ્ય કલાકારો રામ ચરણ અને Jr NTR પણ તેમની પત્નીઓ સાથે શોમાં હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp