રજનીકાંત યોગી આદિત્યનાથને કેમ પગે પડ્યા? સુપરસ્ટારે મૌન તોડીને બતાવ્યું કારણ

PC: livemint.com

ગત દિવસોમાં સુપરસ્ટાર રજનીકાંત ખૂબ ચર્ચામાં રહ્યા. એક્ટર પોતાની ફિલ્મ જેલરના પ્રમોશન દરમિયાન લખનૌ પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા અને તેમને પગે પડ્યા હતા. આ વાત સોશિયલ મીડિયા યુઝર્સના ગળે ન ઉતરી અને એક્ટરને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે રજનીકાંતે આ મામલે મૌન તોડ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પગે પડવા માટે રજનીકાંતને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. બંને વચ્ચે ઉંમરના અંતરને જોતા યઝર્સને રજનીકાંતનું પગે પડવું જરાય પસંદ ન આવ્યું.

લોકોએ કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનાથી ઉંમરમાં ખૂબ નાના છે, એવામાં તેમણે પગે પડવું જોઈતું નહોતું. આ આખી બાબતે હવે રજનીકાંતનું રીએક્શન સામે આવ્યું છે. હાલમાં જ ચેન્નાઈ એરપોર્ટ પર રજનીકાંત સ્પોટ થયા હતા, જ્યાં પત્રકારોએ તેમને ઘેરી લીધા. આ દરમિયાન એક્ટરને ટ્રોલ્સને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં રજનીકાંતે જણાવ્યું કે, આ તેમની આદતમાં સામેલ છે. પછી સંન્યાસી હોય કે યોગી, જો તેઓ મારાથી ઉંમરમાં નાના પણ હોય. મારી આ આદત છે કે હું તેમને પગે પડુ છું.

ગત દિવસોમાં રજનીકાંત બદ્રીનાથના દર્શન કર્યા બાદ સીધા લખનૌ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પહેલા નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મંત્રીઓ માટે રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની સ્પેશિયલ સ્ક્રિનિંગ પણ રાખવામાં આવી હતી. તેમણે બપોરે 01:30 વાગ્યે સાથે બેસીને ફિલ્મ જોઈ. બધાએ લખનૌના ફિનિક્સ પ્લાસિયોના આયનૉક્સ મેગાપલેક્સમાં ફિલ્મ જોઈ હતી. ત્યારબાદ રજનીકાંત સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા પહોંચ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

વીડિયોમાં રજનીકાંત પોતાની ગાડીથી ઉતરીને સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા અને તેમને પગે પડતા નજરે પડ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૂલોનો ગુલદસ્તો આપીને રજનીકાંતનું સ્વાગત કર્યું અને ઘરની અંદર ખૂબ આદર સત્કાર સાથે લઈ ગયા હતા. આ દરમિયાન રજનીકાંત સાથે તેમની પત્ની લતા પણ ઉપસ્થિત હતી. રજનીકાંતની જેલર ફિલ્મ સુપરહિટ જઇ રહી છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેલરે પહેલા દિવસે 48.35 કરોડ રૂપિયાની કમાણી કરી નાખી હતી. તેનો ક્રેઝ અત્યાર સુધી ફેન્સ વચ્ચે બનેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp