26th January selfie contest

28 વર્ષ પછી મુંબઈના ડોન તરીકે પરત ફર્યા રજનીકાંત, 'જેલર' પછી મુંબઈમાં 'લાલ સલામ'

PC: enavabharat.com

પૈન ઈન્ડિયા ફિલ્મોના પૂરના ઘણા વર્ષો પહેલા પૈન ઈન્ડિયા સુપરસ્ટાર બનેલા રજનીકાંત આ વર્ષે જોરદાર ધમાકો કરવા જઈ રહ્યા છે. હાલમાં જ તેની ફિલ્મ 'જેલર'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો, જેને જોઈને ચાહકોના મોં ખુલ્લા રહી ગયા હતા. રજનીકાંતને તેની ટ્રેડમાર્ક આક્રમક શૈલીમાં દુશ્મનોનો સામનો કરવા તૈયાર જોઈને ચાહકોને ખાતરી થઈ ગઈ કે આ વર્ષ 'થલાઈવા'ના નામે થવાનું છે. પરંતુ ફેન્સની ખુશીમાં વધુ વધારો કરનાર સમાચાર એ છે કે આ વર્ષે રજનીકાંત એક નહીં પરંતુ બે ફિલ્મોમાં જોવા મળવાના છે.

આ વર્ષે રિલીઝ માટે તૈયાર રજનીકાંતની બીજી ફિલ્મ 'લાલ સલામ'માંથી તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ લુક જોયા બાદ ફેન્સની ઉત્તેજના કાબૂમાં રહી શકી નથી. રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત 'લાલ સલામ'નું નિર્દેશન કરી રહી છે. 8 વર્ષ પછી ડિરેક્ટરની ખુરશી પર પરત ફરી રહેલી ઐશ્વર્યાએ તેના પિતા 'પાવર મેગ્નેટ' રજનીકાંતનો 'લાલ સલામ' લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 'લાલ સલામ'માં રજની જે પાત્ર ભજવી રહ્યા છે, તે પણ એક આઇકોનિક ભૂતકાળનું જોડાણ ધરાવે છે.

રિપોર્ટ્સ એવું બતાવે છે કે, ઐશ્વર્યાની ફિલ્મ એક પીરિયડ ડ્રામા છે, જેની વાર્તા 90ના દાયકાના મુંબઈ (તે સમયે બોમ્બે) પર આધારિત છે. 'લાલ સલામ'ની વાર્તામાં ક્રિકેટની રમતનો મોટો રોલ હશે. તમિલ સ્ટાર્સ વિષ્ણુ વિશાલ અને વિક્રાંત ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. વિષ્ણુ પોતે પણ અગાઉ ક્રિકેટર રહી ચૂક્યો છે અને તેણે ફિલ્મમાં ક્રિકેટરની ભૂમિકા માટે ઘણી મહેનત કરી છે.

રજનીકાંતના આ પોસ્ટરમાં કેટલાક અખબારોના કટિંગ્સ પણ દેખાઈ રહ્યા છે, જેના પર મુંબઈમાં રમખાણોના સમાચાર લખવામાં આવ્યા છે. ઘણા અહેવાલો કહે છે કે, રજનીકાંત આ ફિલ્મમાં મુંબઈના ડોનની ભૂમિકામાં છે. તેના પાત્રની આ વિગત ચાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

'લાલ સલામ'માં રજનીકાંતની ખાસ ભૂમિકા છે. પરંતુ એક ઈન્ટરવ્યુમાં વાત કરતી વખતે વિષ્ણુએ કહ્યું હતું કે, ફિલ્મમાં રજનીકાંતનો 3-4 સીનવાળો કેમિયો નથી, બલ્કે તે વાર્તામાં ખૂબ પાછળથી તેઓ એક પાત્ર ભજવી રહ્યા છે, જે ફિલ્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એશ્વર્યાએ રજનીકાંતનો લુક શેર કર્યો હતો. અને તેણે લખ્યું, 'મોઈદીન ભાઈ આવી ગયા છે.' 'લાલ સલામ'ના ફર્સ્ટ લૂકમાં રજનીકાંતે શેરવાની સાથે પાયજામા અને માથા પર લાલ ટોપી પહેરેલી છે.

1995માં આવેલી 'બાશ્શા' (બાદશાહ), રજનીકાંતની સૌથી આઇકોનિક ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં તેણે મુંબઈના ડોનનો રોલ કર્યો હતો. ફિલ્મમાં રજનીકાંતના પાત્રનું નામ માણિક હતું, પરંતુ તેના મૃત મિત્ર અનવર બશ્શાની યાદમાં તે તેનું નામ પણ પોતાના નામની સાથે જોડી લે છે. 28 વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મ રજનીકાંતની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંની એક હતી અને અહેવાલો સૂચવે છે કે તે લગભગ 15 મહિના સુધી સિનેમાઘરોમાં ચાલી હતી.

હવે 28 વર્ષ બાદ રજનીકાંત મુંબઈના ડોન તરીકે મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે, તેથી ચાહકોની ઉત્તેજના આપોઆપ વધી ગઈ છે. આ વર્ષે રજનીકાંતની 'જેલર' પણ 10 ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારીમાં છે અને તેની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જો ઐશ્વર્યા અને 'લાલ સલામ'ના કલાકારોની વાત માનીએ તો ફિલ્મમાં રજનીકાંતની ભૂમિકા ખૂબ જ ભારે અને મહત્વની છે. 'લાલ સલામ'ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એટલું તો નક્કી છે કે, તે આ વર્ષે જ સિનેમાઘરોમાં પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp