રજનીકાંતની ફિલ્મને જોવા આ 2 શહેરોમાં રજા જાહેર કરાઇ, કંપનીએ ફ્રીમાં ટિકિટ આપી

PC: variety.com

મેગાસ્ટાર રજનીકાંત ફરી એકવાર પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતવા તૈયાર છે. તેમની ફિલ્મ જેલર ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. થલાઈવાની આ ફિલ્મની રાહ તેના પ્રશંસકો ઘણાં સમયથી જોઇ રહ્યા છે. ફિલ્મ જેલર 10 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ રહી છે. એવામાં રજનીકાંતની ફેન ફોલોઇંગને જોતા તમિલનાડુ અને કર્ણાટકના બે શહેરોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ રજા તમિલ ફિલ્મ જેલરને જોવા માટે જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં અમુક કંપનીઓએ તો પોતાના કર્મચારીઓને રજનીકાંતની આ ફિલ્મની ફ્રીમાં ટિકિટ પણ આપી છે.

ઈકોનોમિક્સ ટાઇમ્સની ખબર અનુસાર, જેલરની રીલિઝ તારીખ પર ચેન્નઈ અને બેંગલોરમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. એક કંપનીએ તો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા રજાની જાહેરાત કરી છે. જણાવીએ કે, હાલના દિવસોમાં સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ જેલરનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું. જેને ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો. ફિલ્મ 10 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત રામ્યા કૃષ્ણન, જેકી શ્રોફ, તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર, સુનીલ અને યોગી બાબૂ જેવા ઘણાં કલાકારો પણ જોવા મળશે.

આ ફિલ્મમાં જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં જોવા મળશે. રજનીકાંત આ ફિલ્મમાં જેલર મુથુવેલના પાત્રમાં જોવા મળશે. જેની જેલમાંથી એક ખતરનાક ગેંગ તેના મુખ્યાને છોડાવવા માગે છે. પણ મુથુવેલ એક પ્રામાણિક ઓફિસર છે. જે પોતાના ઘરે એક શાંત વ્યક્તિ છે. તો બીજી બાજુ તેના ખતરનાક અંદાજ વિશે તેની દીકરી અને દીકરો જરા પણ જાણતા નથી. જેકી શ્રોફને મુથુવેલનું રિયલ રૂપ ખબર છે. તેનો ફાયદો ઉઠાવી તે મુથુવેલને બ્લેકમેલ કરે છે. પછી શું થાય છે તે ફિલ્મ જોઇને ખબર પડશે.

આ ફિલ્મનું એક ગીત ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. જે તમન્ના ભાટિયા અને રજનીકાંત પર દર્શાવાયું છે. લોકો આ ગીત પર રીલ્સ બનાવી રહ્યા છે અને કલાકારોને સાથે ટેગ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp