બુરાડી કાંડથી ઘણો ડિસ્ટર્બ થઈ ગયો હતો રાજકુમાર રાવ, જાણો શું કહ્યું

PC: twitter.com

રાજકુમાર રાવ છેલ્લે તેલુગુ ફિલ્મ હિટ-ધ ફર્સ્ટ કેસની હિન્દી રિમેકમાં જોવા મળ્યો હતો. તેમાં રાજકુમાર રાવ વિક્રમ જયસિંહનું પાત્ર ભજવી રહ્યો હતો, જે તેલંગણાના એક હોમિસાઈડ ઈન્ટરવેન્શન ટીમ (એચઆઈટી)નો પોલીસ અધિકારી છે. તેનું ટાસ્ક એક ગાયબ થયેલી છોકરીના કેસની તપાસ કરવાનું છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાએ પણ ફીમેલ લીડનું પાત્ર ભજવ્યું છે. ક્રાઈમ તક સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં રાજકુમાર રાવે પોલીસ અધિકારીઓના મેન્ટલ હેલ્થ અંગે વાતચીત કરી હતી. તેણે હાલના દિવસોમાં ભારતમાં થયેલા કેટલાંક સૌથી ક્રૂર અપરાધોની પણ વાત કરી હતી.

રાજકુમાર રાવે કહ્યું હતું કે, જ્યારે હું 12-13 વર્ષનો હતો, મેં મારા વિસ્તારમાં એક લાશ જોઈ હતી. તે દ્રશ્ય આજે પણ મારા દિલમાં છે કારણ કે તે ઘણું દર્દનાક હતું. આપણા પોલીસ અધિકારીઓ જે કરે છે, તે ઘણું ચેલેન્જિંગ છે. જે રીતે તેઓ કેસનો ઉકેલ લાવે છે. દિવસ-રાત, તેમણે આ ગુનાની વચ્ચે રહેવું પડે છે અને તેનો ઉકેલ લાવવાની કોશિશ કરવી પડે છે. તે 24 કલાક કામ કરે છે, જે સહેજ પણ સરળ નથી.

એક્ટરે કહ્યું છે કે, ફિલ્મ અંગે એક સારી વાત એ છે કે અમે પોલીસ અધિકારીઓમાં જોવા મળતી માનસિક બીમારી અંગે પણ વાત કરી છે. લોકોને એ સમજવાની જરૂર છે કે પોલીસમાં હોવાનો મતલબ એ નથી કે તમે એક માચો મેન છો. તે હંમેશાં એક હીરો જ નથી હોતા. તેમની પર્સનલ લાઈફમાં પણ ઘણી સમસ્યાઓ આવે છે. પોતાની ફિલ્મ દ્વારા અમે આ વાત લોકો સમક્ષ પહોંચાડવા માંગીએ છે.

 
 
 
View this post on Instagram

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

જ્યારે એક્ટરને ભારતમાં થયેલો કોઈ ગુનો યાદ છે તેના જવાબમાં રાજકુમારે કહ્યું હતું કે, કેટલાંક અપરાધ એવા છે જે હજુ પણ મારી યાદમાં તાજા છે. બુરારી સુસાઈડનો કેસ આજે પણ મને પરેશાન કરી દે તેવો છે. જ્યારે તંદુર હત્યાકાંડ થયો હતો તે સમયે હું ઘણો નાનો હતો. મને હજુ પણ આરુષિ તલવાર ડબલ મર્ડર કેસ અને નિઠારી સીરિયલ કિલિંગ કેસ યાદ છે. મને લાગે છે કે આર્ટિસ્ટ ઘમા ઈમોશનલ હોય છે. આથી જ્યારે હું કંઈક વાંચુ અથવા જોઉં છું તો કેટલાંક દિવસો સુધી ઘણો પરેશાન રહું છું.

દિલ્હીના બુરારી સોસાયટીની મોતનો મામલો 2018માં સામે આવ્યો હતો. આ એક ભયાનક ઘટના હતી. જ્યાં દિલ્હીના બુરારીમાં એક પરિવારના 11 સભ્યોના મોત થયા હતા. ઘણા લોકોએ તેને સામૂહિક આત્મહત્યાનો કેસ જણાવ્યો હતો. આ સિવાય તંદુર હત્યાકાંડનો મામલો દિલ્હી યુવા કોંગ્રેસના અધ્યક્ષ સુશીલ શર્માનો હતો, જેણે તેની પત્ની નૈના સાહનીની હત્યા કર્યા પછી તેની લાશને તંદુરમાં સળગાવી દીધી હતી. 2003માં તેને મોતની સજા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp