સેટ પર 26000ની હેરકટ કરાવી પહોંચ્યો રાજપાલ, ડિરેક્ટરે માથા પર કટોરો મૂકી...
એક્ટર રાજપાલ યાદવ હિંદી સિનેમાનો દિગ્ગજ સ્ટાર છે. તે પોતાની સારી કોમેડી માટે જાણીતો છે. રાજપાલ યાદલ ઘણા વર્ષોથી પોતાની કોમેડી દ્વારા દર્શકોના ચેહરા પર સ્માઇલ લાવવામાં સફળ રહ્યો છે. હાલમા જ અભિનેતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાનનો એક કિસ્સો શેર કર્યો છે, જ્યારે તે ખૂબ જ મોંઘી હેરસ્ટાઇલ કરાવીને સેટ પર પહોંચ્યો હતો, ત્યારબાદ શું થયુ.
વર્ષ 2004ની વાત છે. રાજપાલ યાદવની ‘હંગામા’ અને ‘જંગલ’ જેવી ફિલ્મો આપી ચુક્યો હતો. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવી ચુક્યો હતો. પોતાનો દાયરો વધારવા માટે નવુ કામ શોધી રહ્યો હતો. આ દરમિયાન એક દિવસ પ્રિયદર્શનનો ફોન આવ્યો. તેણે કહ્યું કે, રાજપાલ મને તારા 40 દિવસ જોઇએ. રાજપાલ માટે આ ચોંકાવનારી વાત હતી. સામાન્યરીતે પ્રિયદર્શન એક્ટર્સનો વધુ સમય એકસાથે નહોતા માંગતા. રાજપાલને લાગ્યું કે કોઈ મોટો રોલ છે. એટલે જ તેમણે એક મહિના કરતા વધુ સમય માંગ્યો છે. તે પ્રિયદર્શન સામે પૂરી તૈયારી સાથે જવા માંગતો હતો. એકદમ હીરો બનીને. હીરો બનવા માટે રાજપાલ પહોંચી ગયો આલિમ હકીમ પાસે. આલિમ સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ છે. મોટા એક્ટર્સ બધા તેની પાસે જ વાળ કપાવતા. આલિમ એકવાર કાતર ચલાવે અને બિલ હજારોનું બની જાય.
રાજપાલના વાળ પર કામ શરૂ થયુ. ચાર કલાક સુધી ચાલ્યુ. ચાર આસિસ્ટન્ટ કાતર, કાંસકો અને અન્ય વસ્તુઓ હાથમાં લઇને સતત કામ કરી રહ્યા હતા. રાજપાલનો નવો લુક તૈયાર હતો. કાચમાં જોતા વાળમાં હાથ ફેરવીને પોતાને રાજપાલ હીરો માની રહ્યો હતો. રાજપાલે આગળ કહ્યું, પ્રિયનજી એકલામાં પોતાના આસિસ્ટન્ટને ગાળો આપી રહ્યા હતા. પછી તેમણે મને બોલાવ્યો અને એક વ્યક્તિ સાથે મોકલી આપ્યો. તે મને લઇને ગયો. એક ખુરશી પર બેસાડ્યો. ભગવાનના સમ ખાઇને કહું, તેણે મારા માથા પર એક કટોરો મુક્યો અને તેની આસપાસના વાળ કાપી નાંખ્યા.
રાજપાલે જણાવ્યું કે, ‘ચુપ ચુપ કે’માં તેના કેરેક્ટર બાંડ્યાનો લુક આ રીતે તૈયાર થયો હતો. માથા પર કટોરો મુકી અને આસપાસના વાળ ઉડાડી દીધા. આ નવી હેરકટ બાદ તે આલિમને મળ્યો. આલિમ જોઇને દંગ રહી ગયો. રાજપાલે કહ્યું કે, તારી કોઈ ભૂલ નથી. ફિલ્મની આ જ ડિમાન્ડ હતી. રાજપાલે જણાવ્યું કે, આલિમે પોતાના હેરકટના એક પણ રૂપિયો ચાર્જ નહોતો કર્યો. આવુ કોઈ નારાજગીના કારણે નહોતું કર્યું. રાજપાલ અને આલિમ સારા મિત્રો હતા. તેના કારણે તેણે પૈસા નહોતા લીધા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp