
રાખી સાવંતની અંગત જિંદગી હાલના દિવસોમાં ખૂબ ઉતાર-ચડાવમાંથી પસાર થઇ રહી છે. હાલમાં જ રાખી સાવંતની માતાનું નિધન થઇ ગયું છે, માતાના નિધનથી આઘાતમાં સરી પડેલી રાખી સારી રીતે શોક મનાવી પણ ન શકી કે હવે તે પોતાની પરિણીત જીંદગીને લઇને પરેશાન છે. ફરી એક વખત રાખી સાવંતની પરિણીત જિંદગી પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે. તેને ડર છે કે આદિલ ક્યાંક છૂટાછેડા ન આપી દે. જો કે રાખી સંવતે પણ આદિલને પડકાર આપી દીધો છે કે, તે દુનિયાની દરેક કોર્ટમાં જઇને પોતાના માટે ન્યાય માગશે.
સાથે જ રાખી સાવંતે મીડિયાને પણ વિનંતી કરી કે તે આદિલનું ઇન્ટરવ્યૂ ન કરે. તેના માટે તે ફોટોગ્રાફર્સને પગે પડતી નજરે પડી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી પોતાની અંગત જિંદગીને લઇને મીડિયાના લાઇમલાઇટમાં છે. રાખી સાવંતે ગયા મહિને સોશિયલ મીડિયા દ્વારા આદિલ દૂર્રાની સાથે લગ્નની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. તેમણે રીતસરની તસવીર શેર પણ કરી હતી. ત્યારબાદ તે આ વાતને લઇને પરેશાન રહી કે આદિલ લગ્નને સ્વીકારી રહ્યો નથી.
થોડા દિવસ બાદ આદિલે રાખી સાવંત સાથેના લગ્ન સ્વીકાર્યા. બધુ બરાબર રહ્યું. હવે અચાનક ફરીથી રાખી સવંતની પરિણીત જિંદગીમાં તોફાન જેવું આવી ગયું છે. વિરલ ભયાણીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.
તેમાં રાખી સાવંત ખૂબ રડતી વલખાં મારતી નજરે પડી રહી છે. હું અલ્લાહ પાસે માગીશ. હું 30 રોઝા કરીશ. ઉમરાહ કરીશ. ઉમરાહ માટે આદિલ લઇ ગયો તો સારી વાત છે, નહીં તો મારા ઘણા મુસ્લિમ ભાઇ છે, હું તેમની સાથે જઇશ. હું સાચી પત્ની છું.
તેણે કહ્યું કે, મેં સત્યતાથી ઇસ્લામ સ્વીકાર્યો છે, તે સુધરીને મારી પાસે જરૂર આવશે. એ સિવાય રાખી કહી રહી છે કે જો આદિલ મારી સાથે લોયલ નથી તો કહેવા માગું છું કે તે પોતાની સાથે પણ લોયલ નહીં હોય શકે. મેં તેને પોતાનું લોહી આપ્યું છે. મેં આદિલને બધુ આપ્યું છે. જે મારા પર વીતી છે, તે કોઇ પર ન વીતે. આદિલ તું મને છૂટાછેડા નહીં આપી શકે. હું દુનિયાની દરેક કોર્ટમાં જઇશ. અલ્લાહના કોર્ટમાં જઇશ. છૂટાછેડાની ધમકી ન આપતો.
એક અન્ય વીડિયોમાં રાખી સાવંત મીડિયાને એવી વિનંતી કરતી દેખાઇ રહી છે કે આદિલનું વધારે કવરેજ ન કરવામાં આવે. રાખી સાવંત પેપરાજીને કહી રહી છે કે ‘તમે લોકો એમ કરશો તો હું જિમ બદલી દઇશ. તે જાણી જોઇને જિમ કરવા આવતો નથી. જુઠ્ઠાણાંનું પૂતળું છે તે. કુરાન પર હાથ રાખીને સોગંધ ખાધા કે તે છોકરીને બ્લોક કરશે. તે છોકરી તેને બ્લેકમેલ કરી રહી છે કેમ કે તેની પાસે બધા પ્રૂફ છે. હાથ જોડીને મારું મીડિયાને એક જ નિવેદન છે. હું તમારા પગે પડું છું. હું જ તેને મીડિયામાં લઇને આવી છું. નહીં બનાવો તેને. હું નથી ઇચ્છતી કે તમે આદિલનું ઇન્ટરવ્યૂ લો અને તે ખૂબ મોટો સ્ટાર બને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp