આદિલે મારા ન્યૂડ વીડિયો બનાવીને વેચ્યા, 7 મહિના હેવાનોની જેમ ટૉર્ચર કરી: રાખી

રાખી સાવંત અને તેનો પતિ આદિલ ખાન દૂર્રાની વચ્ચે ચાલી રહેલા કેસે કેટલાક મોટા ખુલાસા સાથે નવો વણાંક લઈ લીધો છે, જે રાખી સાવંતે મીડિયા સામે કર્યા છે. તેણે કેસને સોમવાર સુધી માટે સ્થગિત કરવા માટે આદિલ પોતાના ન્યૂડ વીડિયો વેચવાની વાત કહી. રાખી સાવંતે આદિલની તનુ ચંદેલ સાથે લગ્ન કરવા અને તેના અનુચિત વીડિયો વેચવાની યોજના બાબતે વાત કરી. તેણે કહ્યું કે, આદિલે મારા ન્યૂડ વીડિયો લઈ લીધા અને તેને લોકોને વેચી વેચી દીધા.

રાખી સાવંતે કહ્યું કે, મારો કેસ સાઇબર ક્રાઇમ વિભાગ સાથે ચાલી રહ્યો છે. તે હવે તનુ સાથે લગ્ન કરવા માગે છે. ધ થર્ડ ટાઇમ. કોર્ટ પહોંચવા દરમિયાન રાખી સાવંતે મીડિયા સાથે વાત કરી અને શેર કર્યો, ‘હું કહાનીનો પોતાનો પક્ષ શેર કરવા કોર્ટ આવી છું. આદિલને જામીન ન મળવા જોઈએ. મેં પોતાનું મેડિકલ કરાવ્યું છે અને બધા પુરાવા પણ ઓશિવારા પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. હું અહીં જજ પાસે ન્યાય માગવા આવી છું. આદિલે મારા પર અત્યાચાર કર્યો છે અને મારી સાથે છળ કર્યું અને હું તેને જામીન અપાવવા માગતી નથી.

તેણે આગળ કહ્યું કે, મેં પોતાના બેંક સ્ટેટમેન્ટ આપણ આપ્યા છે, તેણે મારો OTP લીધો અને મારા પૈસા ચોરી લીધા અને તેણે મારો વિશ્વાસ તોડ્યો છે. તેના વકીલોની ટીમે મીડિયાને સંબોધિત કરી અને આગળની કાર્યવાહી શેર કરી. તેણે કહ્યું કે, કેટલાક પુરાવા છે જે તેને જામીન ન આપવા માટે ખૂબ ગંભીર છે. કલમ 498 કે 377 જ નહીં અન્ય પણ ગંભીર કલમો છે જે રાખી સાવંત આદિલ પર લગાવી શકે છે. 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી એક ગંભીર ગુનો છે અને આ વિષય પર કોર્ટમાં પણ ચર્ચા થશે. આ વિષયને સુનાવણીમાં લાવ્યા બાદ સજા પર વિચાર કરવામાં આવશે.

વકીલે આગળ કહ્યું કે, પોલીસ પહેલા ઉચિત વાત ન રાખી શકી, એટલે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો. ઘટનાક્રમ સાથે ફરિયાદી પાસે પોલીસ કસ્ટડીની માગ કરી અને અમે તેનું સમર્થન કરી રહ્યા છીએ. આરોપીના વકીલ કોર્ટ સામે ઉપસ્થિત નહોતા. એટલે જામીન અરજીને સોમવાર સુધી ટાળી દેવામાં આવી છે. અમે પોલીસ કસ્ટડીના સમર્થનમાં છીએ અને અમે તેના માટે અપીલ કરીશું. રાખીના પ્રતિનિધિએ જણાવ્યું કે, કઈ રીતે કેસ તેમના પક્ષમાં થઈ ગયો અને કહ્યું કે અમે અત્યારે પણ આરોપી વિરુદ્ધ વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયામાં છીએ અને રાખી અમારી સાથે સહયોગ કરી રહી છે એટલે અમે જલદી જ કોર્ટમાં તેની વિરુદ્ધ એક મજબૂત કેસ રાખીશું.

રાખીએ કહ્યું કે, તે તનુ ચંદેલ સાથે આદિલ સાથેના સંબંધ બાબતે શ્યોર છે. આદિલે તનુને કહ્યું કે અહીંથી બહાર આવ્યા બાદ તે પ્રેસ કોન્ફરન્સ કરશે અને પાંચ દિવસોમાં તેની સાથે લગ્ન કરશે અને શું પુરાવા છે કે આદિલે તનુને એ બતાવ્યું? તેના પર રાખી સાવંતે કહ્યું કે, મારી પાસે પુરાવા છે અને જરૂરિયાત પડવા પર હું તેનો ખુલાસો કરીશ. આદિલે મને શારીરિક રૂપે ત્રાસ આપ્યો છે. મેં 7 મહિના ઘણું બધુ સહન કર્યું છે. રાખી સાવંત હોવાના કારણે હું બહાર આવીને આ બાબતે વાત કરી શકતી નહોતી. જ્યાં સુધી તે એક બિંદુ પર ન આવ્યો, જ્યાં હું તેને વધારે ન લઈ જઇ શકતી. રાખી છેલ્લા 7-8 મહિનાઓથી આદિલના કારણે થયેલા અત્યાચાર માટે ન્યાય મેળવવા માટે મદદ કરવા માટે મીડિયાની મદદ માગી રહી છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.