રાખી સાવંતે આદિલ ખાન દૂર્રાનીના પરિવાર પર લગાવ્યા મોટા આરોપ

PC: twitter.com/rakhisawantt

ડ્રામા કવિન રાખી સાવંતાનો પતિ આદિલ ખાન દૂર્રાની હાલમાં મૈસૂર પોલીસની કસ્ટડીમાં છે. થોડા દિવસ અગાઉ રાખી સાવંતે તેના પર છેતરપિંડી, મારામારી સહિતના અનેક આરોપ લગાવ્યા છે. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેના પર ઘણા લાગ્યા અને નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. મૈસુરમાં પણ આદિલ ખાન વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. તેથી તેની કસ્ટડી મૈસૂર પોલીસને આપવામાં આવી હતી. રાખી સાવંત પણ મૈસૂર પહોંચી છે, જ્યાં તેણે આદિલના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

રાખી સાવંતે કોર્ટ બહાર મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે આદિલનો પરિવાર તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને તેઓ આ લગ્ન સ્વીકારતા નથી કારણ કે રાખી હિન્દુ છે. રાખી સાવંતે રડતા રડતા કહ્યું કે, ‘તેણે (આદિલ ખાન દૂર્રાની) મારી સાથે લગ્ન કર્યા છે. મને ન્યાય જોઈએ છે. આજે સવારે મેં તેના પિતા સાથે વાત કરી. તેણે મને કહ્યું કે, હું હિન્દુ હોવાના કારણે તેઓ મને સ્વીકારી શકે તેમ નથી. જ્યારે મેં કહ્યું કે, ઇસ્લામ કબૂલ કરીને તેના પુત્ર સાથે લગ્ન કરી લીધા છે, હવે તે મારો ફોન ઉપાડતા નથી.

રાખી સાવંત એમ પણ કહે છે કે, આદિલ તેને વારંવાર છૂટાછેડાની ધમકી આપી રહ્યો છે, પરંતુ તે તેને છૂટાછેડા નહીં આપે. આદિલ મને છૂટાછેડાની ધમકી આપી રહ્યો છે, પરંતુ હું તેને છૂટાછેડા આપવા માગતી નથી. હું તેની પત્ની છું. તેના પિતાએ મારી સાથે ખરાબ રીતે વાત કરી છે. હું મૈસૂરમાં કોઈને ઓળખાતી નથી, પરંતુ મને ન્યાય જોઈએ છે. મારી પાસે લગ્નના બધા કાગળ છે. હવે હું ક્યાં જાઉ છું કરી?

તે આદિલને એક વર્ષ અગાઉ મૈસૂરમાં જ મળી હતી. ત્યારબાદ 8 મહિના અગાઉ લગ્ન કર્યા હતા. તેણે આદિલ સાથે લગ્ન માટે ઇસ્લામ સ્વીકાર્યો હતો. આ સાથે જ તેમના લગ્ન પણ મુંબઈમાં નોંધાયા હતા. આદિલે પણ રાખી સવંતને બાળકને જન્મ આપવાનું વચન આપ્યું હતું. એ સિવાય રાખી સાવંતે એમ પણ કહ્યું કે તેણે આદિલ પર 1.60 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

તેણે પોતાના પતિ પર ટૉર્ચર કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, મેં મારા ઘરેણાં વેચી દીધા. તેણે મારી પાસેથી બધુ છીનવી લીધું અને મને ત્રાસ આપવાની શરૂઆત કરી. તેનું મૈસૂરમાં ઇરાની યુવતી સાથે 5 વર્ષથી અફેર હતું. જેણે તેના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. ઈરાની યુવતીએ તેને મેસેજ કર્યો હતો કે આદિલ તેની સાથે માત્ર પૈસા માટે હતો. તેણે ઈરાની યુવતીનો જે રીતે ઉપયોગ કર્યો તે જ રીતે તેણે રાખીનો ઉપયોગ કર્યો છે. દુબઈમાં ઘર અપાવવાના વચન પણ ખોટા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp