ઉમરાહ માટે જતા પહેલા રાખી સાવંતે ડીલિટ કર્યું ઈન્સ્ટાગ્રામ, જુઓ Video

રાખી સાવંતને તેના બોલ્ડ અને બિંદાસ અંદાજથી ઓળખવામાં આવે છે. રાખી કશું પણ કરવા પહેલા વિચારતી નથી. તે ઘણી બિંદાસ છે. હાલના દિવસોમાં રાખી સાવંત ફરી એકવાર તેના પતિને લઇ ચર્ચામાં આવી છે. આદિલ દુર્રાની જેલથી છૂટી ગયો છે અને તેણે બહાર આવતા જ રાખી પર ઘણાં ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપોને રાખીએ ફગાવી દીધા છે અને આદિલ પર નવા આરોપો લગાવ્યા છે. આ બધા મામલાઓની વચ્ચે રાખી સાવંત ધર્મના માર્ગે નીકળી પડી છે. રાખી સાવંત પાછલા દિવસોમાં દરગાહ પહોંચી હતી. હવે તે મક્કા માટે નીકળી પડી છે અને ત્યાં જવા પહેલા રાખી સાવંતે સોશિયલ મીડિયાને ટાટા કહી દીધું છે.
રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રાખી ફ્લાઈટમાં હિજાબ પહેરી નજર આવી રહી છે. તેણે ગોગલ્સ પહેર્યા છે. રાખી વીડિયોમાં કહી રહી છે કે તે મક્કા જઇ રહી છે. રાખી બોલે છે, હું ઘણી નસીબવાળી છું કે પહેલીવાર મક્કા જઇ રહી છું. મને ફરમાન આવી ગયો છે. હું ઘણી ખુશ છું. તમે બધા મને દુઆમાં યાદ રાખજો. હું પણ બધા માટે પ્રાર્થના કરીશ. મક્કા જવા પહેલા રાખી સાવંતે તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.
જણાવીએ કે, આદિલ દુરાની સાથે લગ્ન કરવા રાખીએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેણે ઘણીવાર કહી ચૂકી છે કે તે સંપૂર્ણ રીતે ઈસ્લામ ધર્મ કબૂલી લીધો છે. પાછલા દિવસોમાં તેણે રોજા પણ રાખ્યા હતા. થોડા સમય પહેલા રાખીએ વેસ્ટર્ન કપડા પહેરવાના છોડી દીધા હતા. તે માત્ર સૂટમાં જોવા મળતી હતી. પણ આદિલના જેલ જતા જ રાખી તેના જૂના અવતારમાં ફરી આવી ગઇ હતી. જેલમાંથી બહાર આવ્યા પછી આદિલે જે આરોપો રાખી પર લગાવ્યા, ત્યાર પછી ફરી રાખી ધર્મના માર્ગે જોવા મળી. રાખીના આ વીડિયોના જોયા પછી ઘણાં લોકો રાખીની હાસી ઉડાવી રહ્યા છે. ઘણાં લોકોનું કહેવું છે કે રાખી આ બધું પબ્લિસિટી માટે કરી રહી છે. લાઇમલાઇટમાં રહેવા માટે રાખી આવું કરી રહી છે. આગળ પણ રાખી આ પ્રકારની હરકતો ઘણી વાર કરી ચૂકી છે.
જણાવીએ કે, મક્કા જવા પહેલા રાખી સાવંતે દરગાહ પર ચાદર પણ ચઢાવી હતી અને તેણે પ્રેસ કોન્ફરેંસ પણ કરી હતી. જેમાં તેણે કહ્યું કે, પતિ આદિલ, બેસ્ટ ફ્રેન્જ અને શર્લિન ચોપરા ત્રણેયે તેના માટે જુઠાણાનો ટોપલો નાખ્યો છે. પોતાની શાંતિ માટે હું ચાદર ચઢાવા આવી છું. મને વિશ્વાસ છે કે અલ્લાહ મારી દુઆ કબૂલ કરશે. આ દરમિયાન રાખી ભૂરા રંગના સૂટમાં જોવા મળી. તેનો ગેટઅપ સંપૂર્ણ રીતે ઈસ્લામિક હતો. આ વીડિયોને જોયા પછી લોકો રાખી સાવંતને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે રાખી નાટક કરી રહી છે. રાખીની જેમ આદિલ, બેસ્ટ ફ્રેન્ડ અને શર્લિન ચોપરા પણ લાઇમલાઇટમાં રહેવા માટે અને લોકોનું ધ્યાન ખેંચવા માટે નાટક કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp