26th January selfie contest

રાખી સાવંતનો ભવિષ્યને લઈને ખુલાસો, ન આદિલને તલાક આપીશ, ન બીજા લગ્ન કરીશ

PC: hindi.asianetnews.com

'ડ્ર્રામા ક્વિન' તરીકે જાણીતી રાખી સાવંત તેના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહેતી હોય છે. માંની મોત અને આદિલના દગાએ તેને આખી હચમચાવી દીધી છે. રાખીનો પતિ આદિલ હાલ જેલમાં બંધ છે. ત્યાર પછી રાખીના ચાહકો સતત એ જાણવા આતુર રહેતા હોય છે કે, રાખીનો તેના ભવિષ્યને લઈને શું પ્લાન છે. આ અભિનેત્રીએ હાલમાં જ તેના પર પોતાનું મૌન તોડ્યું છે.

રાખીએ કહ્યું કે, મારી એકેડેમીમાંથી પાસ થનારા સ્ટુડન્ટ્સના માટે મારી પાસે પ્લાન છે. તેઓને બોલીવૂડમાં એક સ્થાન અપાવવાનું હોય છે. રિયાલિટી શોમાં સારા ગાયકોની જરૂર હોય છે અને દુબઈમાં રાખી સાવંત એકેડેમીની પાસે પ્રતિભાઓનો ભંડાર છે. મુંબઈમાં પણ એક એકેડેમી ખોલવાની મારી તૈયારી છે. મારા ભાગીદારોએ તેમાં મને ઘણી મદદ પણ કરી છે. મારી જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ આવી છે. મેં મુશ્કેલીભર્યા દિવસો પસાર કર્યા છે. પરંતુ, હવે મારી જિંદગીમાં ખુશીઓ પાછી ફરી છે. એવોર્ડ માટે મારુ નોમિનેશન થયું છે. હું મારી એકેડેમી લોન્ચ કરવાની છું. આદિલે મને ઘણી પાછળ ધકેલી દીધી છે. પરંતુ ભગવાને મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી છે. આમાં લોકોએ અને મીડિયાએ મને ઘણો સહકાર આપ્યો છે.'

રાખીએ આગળ કહ્યું કે, હું જિંદગીમાં હારી ગઈ હતી, હું એ દરેક લોકોનો આભાર માનું છું કે, તેમણે મને આ મુશ્કેલીઓમાં મદદ કરી છે. જયારે હું મુંબઈ આવી ત્યારે મારુ કોઈ ગોડફાધર ન  હતું. પરંતુ હવે હું કોઈ પણ લોકોની ગોડમધર બનવા મંગુ છું. હું પ્રતિભાવાન લોકોને સહારો આપવા મંગુ છું. મારી એકેડમી દરેક પ્રકારના પ્રતિભાવાન લોકોની મદદ કરવા માંગે છે. હું આમ તો મજબૂત છું, પરંતુ હજુ વધારે મજબૂત બનવાની કોશિશ કરી રહી છું. મેં જિંદગીથી હાર માની લીધી હતી, પરંતુ તમારા બધાના પ્રેમે મને ફરીથી ઉઠવાની હિમ્મત આપી છે.'

આ ઉપરાંત રાખીએ કહ્યું હતું કે, આદિલે મને મૈસુર જેલ મળવા બોલાવી હતી, અને કહ્યું કે, તે મારી જિંદગીમાં પાછો આવવા માંગે છે, તે મને એક તક આપ એમ કહે છે. હું આદિલના પગમાં પડી હતી અને કહ્યું હતું કે, મારા ઘરે પાછા આવી જાઓ, મેં તેને આ બધું છોડીને મારી સાથે રહેવા માટે પણ કહ્યું હતું. શું આદિલ મને મારી માં પાછી અપાવી શકે છે? મારૂ ગયેલું સમ્માન પાછું અપાવી શકે છે? જો આદિલ પાછો મારી પાસે આવવા માંગતો હોય તો તેણે મને એ વાતનું લખાણ કરી આપવું પડશે કે, તે મને ક્યારે પણ દગો આપશે નહિ, મને શારીરિક રીતે પરેશાન નહિ કરે, મારી પાસેથી તેણે જે પૈસા લીધા છે તે મને પાછા આપશે. મેં આ બધી વાત જ્યારે તેને કહી તો તેણે કહ્યું કે, તે આ બધું લખાણમાં નહિ આપી શકે. શું તે કોઈ બદલો લેવા મારી પાસે પાછો આવવા માંગે છે અને મને મારી નાખવા માટે? હું આદિલને તલાક નહિ આપીશ, કારણકે હું કોઈ બીજી સ્ત્રીની જિંદગી બરબાદ થવા દેવા નથી માંગતી. હું જીવનમાં ફરી ક્યારે પણ લગ્ન નહિ કરું અને ન તો મારો કોઈ બાળકો પેદા કરવાનો પ્લાન છે. મારા સ્ટુડેંટ્સ જ મારા બાળકો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp