રાખી રસ્તા પર બેહોશ થઈ, પણ હાથમાંથી મોબાઇલ ન છૂટ્યો, લોકોએ કરી ટ્રોલ, Video

PC: m.punjabkesari.in

બોલીવુડ અભિનેત્રી અને બિગ બોસ ફેમ રાખી સાવંતના જીવનમાં ફુલ ઓન ડ્રામા ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ તેની માતાનું નિધન થયું હતું, ત્યારબાદ તેણે હવે તેના પતિ આદિલ ખાન પર ઘણા આરોપો લગાવીને પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. હાલમાં જ તે ઓશિવારા પોલીસ સ્ટેશનની બહાર પાપારાઝી સાથે વાત કરતી જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતના જીવનમાં ડ્રામાનો કોઈ અંત નથી. ક્યારેક લગ્ન, છૂટાછેડા તો ક્યારેક પોલીસ કેસ, રાખી દરરોજ હેડલાઇન્સમાં રહે છે. તે અવારનવાર મીડિયાની સામે પોતાનું દર્દ સંભળાવતી જોવા મળે છે. હાલમાં જ રાખીએ તેના પતિ આદિલ ખાન દુર્રાની પર ગંભીર આરોપ લગાવીને પોલીસ કેસ કર્યો હતો. આ દરમિયાન, રાખીને સોશિયલ મીડિયા પર પણ જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.

આદિલને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવતાં જ રાખી સાવંત મીડિયા સાથે વાત કરતી વખતે બેહોશ થઈ ગઈ હતી. મીડિયામાં ઘેરાયેલી રાખી એ કહેતી જોવા મળી હતી કે, આદિલે ઘણી છોકરીઓ સાથે ખોટું કર્યું છે, તેને સજા મળવી જોઈએ. આ વાત કરતી વખતે તે બેહોશ થઈ જાય છે અને જમીન પર પડી જાય છે. ત્યાં હાજર લોકો તેના ચહેરા પર પાણીનો છંટકાવ કરે છે અને તેને પાણી પણ પીવડાવે છે. આ પછી તેને કારમાં બેસાડી દેવામાં આવે છે અને તે તેના ઘરે જવા રવાના થઇ જાય છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Showbiz Spy (@showbizspy_)

આ દરમિયાન જે બાબતનું લોકોનું ધ્યાન ખેંચાયું હતું, તે એ હતું કે, તેણે પોતાનો ફોન છોડ્યો ન હતો. લોકોનું કહેવું છે કે, રાખી સાવંતે બેભાન અવસ્થામાં પોતાનો મોબાઈલ છોડ્યો ન હતો. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, 'તો પણ ફોન હજુ તેના હાથમાં જ છે.' એકે કહ્યું, 'ચક્કર આવી ગયા પણ મેડમના હાથમાંથી ફોન નથી છૂટ્યો.' એકે કહ્યું, 'હાઈ વોલ્ટેજ ડે નહીં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા.' એક યુઝરે કહ્યું, 'બેહોશ થયા પછી પણ આઇફોન છોડ્યો નથી.' એક યુઝરે કહ્યું કે, 'મોબાઈલ પડ્યો નથી. આ એક નકરી નાટકબાજી છે.'

રાખી સાવંતે આગલા દિવસે આદિલ ખાન પર મારપીટનો આરોપ લગાવીને પોલીસ કેસ કર્યો હતો, ત્યારબાદ આદિલને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રાખીએ મીડિયા સાથેની વાતચીતમાં ફરીથી તેના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે, પોલીસ કસ્ટડી પહેલા આદિલ તેની હત્યા કરવા ઘરે આવ્યો હતો. અગાઉ રાખીએ આદિલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp