ઈસ્લામ કબૂલ્યા બાદ મદીનામાં ફેન્સને કહી રહી છે રાખી, મને ફાતિમા કહો

PC: hindustannewshub.com

બિગ બોસ ફેમ રાખી સાવંત વિવાદોને લઇ ચર્ચામાં રહે છે. ફરી એકવાર તે ચર્ચામાં છે. તેનો પતિ આદિલ જેલથી બહાર આવ્યો અને રાખી સામે ઘણાં નવા આરોપો પણ લગાવ્યા. તેની વચ્ચે રાખી સાવંત મક્કા પહોંચી છે. જ્યારે તે મદીના માટે રવાના થઇ રહી હતી ત્યારે તેણે પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ ડીલિટ કરી નાખ્યું હતું. જોકે, હવે ફરી એકવાર તેણે પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ શરૂ કરી દીધું છે.

રાખી સાવંતે ઈસ્લામ ધર્મ કબૂલ્યા પછી પહેલીવાર ઉમરાહ કર્યું. સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે પોતાના ફેન્સથી ઘેરાયેલી જોવા મળી રહી છે. મક્કામાં રાખી સાવંત બુરખો પહેરી જોવા મળી રહી છે. તેણે ફેન્સ સાથે તસવીરો પણ પડાવી છે. એક જગ્યાએ જ્યારે ફેન્સે તેને રાખી બોલાવી તો તેણે કહેતી જોવા મળી કે, તેનું નામ ફાતિમા છે. તે એને રાખી નહીં પણ ફાતિમા કહી બોલાવે.

વધુ એક વીડિયો રાખીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. જેમાં તે અલ્લાહ સામે ઈબાદત કરતી જોવા મળી રહી છે. ઘણાં લોકો તેના આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. તો ઘણાં રાખીને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી. તો અન્ય એકે લખ્યું કે, ડ્રામા બંધ કરો, હવે સહન નથી થઇ રહ્યું. તો વધુ એક યૂઝરે લખ્યું કે, ઓવરએક્ટિંગ નથી કરવાની, ઉમરાહ કરવાનો છે.

રાખી સાવંતે પતિ આદિલ ખાન દુર્રાની સાથે નિકાહને લીધે ઈસ્લામ ધર્મ કબૂલ્યો હતો. તેણે મે 2022માં આદિલ સાથે નિકાહ કર્યા હતા. જેની જાણકારી રાખીએ જાન્યુઆરી 2023માં આપી હતી. જોકે, એલાન કરવાના થોડા જ સમયમાં બંનેના સંબંધમાં તિરાડ આવી. રાખીએ આદિલ પર ગંભીર આરોપ લગાવ્યા અને તેની સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Waahiid Ali Khan (@waahiidalikhan)

પાછલા 6 મહિના સુધી આદિલ મેસૂર જેલમાં બંધ હતો. જેલથી બહાર આવ્યા પછી તેણે રાખી સાવંતને ખોટી કહી. સાથે જ પોતાના પર લાગેલા દરેક આરોપોને નકારી દીધા. તેણે પ્રેસ કોન્ફરેંસ કરીને રાખી પર ઘણાં ગંભીર આરોપ લગાવ્યા અને તેની સામે એક્શન લેવાની ધમકી પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp