હોસ્પિટલમાં એડમિટ માતા આ બાજુ રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ સાથે કર્યા લગ્ન

PC: facebook.com/RakhiSawantOfficialPage

એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંતને લઈને એક મોટી ખબર સામે આવી છે. રાખીએ તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કરી લીધા છે. આ રાખી સાવંતના બીજા લગ્ન છે. પહેલા પતિ સાથે ડિવોર્સ થયા પછી રાખીએ આદિલ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. બંનેના કોર્ટ મેરેજના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રાખી સાવંતે આદિલને લાંબા સમય સુધી ડેટ કર્યા પછી તેને પોતાનો હમસફર બનાવી લીધો છે. લગ્નના વાયરલ ફોટામાં આદિલ અને રાખી મેરેજ સર્ટિફિકેટ પર સાઈન કરતા જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક બીજા ફોટામાં રાખી અને આદિલ મેરેજ સર્ટિફિકેટને હાથમાં પકડીને ઉભેલા જોવા મળે છે. રાખીના અચાનક લગ્નના ફોટા જોઈને સૌ કોઈ હેરાન છે. લોકો એ જાણવા માટે બેકરાર છે કે શું ખરેખરમાં રાખીએ આદિલ સાથે લગ્ન કરી લીધા છે. વાયરલ ફોટામાં રાખી સાવંત અને આદિલ ગળામાં વરમાળા પહેરેલા જોવા મળે છે. રાખીએ પ્રિન્ટેડ શરારા સૂટ પહેર્યો છે. માથા પર દુપટ્ટો ઓઢેલી રાખી સાવંત પોતાનું મેરેજ સર્ટિફિકેટ દેખાડી રહી છે. આદિલ પણ રાખી સાથે પોઝ આપી રહ્યો છે.

રાખીના લગ્નના ફોટોઝ જોઈને લોકો એટલા માટે પણ હેરાન છે કારણ કે રાખીની માતા હોસ્પિટલમાં જીવન સામે જંગ લડી રહી છે. તે કેન્સર પછી બ્રેઈન ટ્યુમરથી ડાયગ્નોસ થઈ છે. માની બીમારી વચ્ચે રાખીના લગ્ન કરનારી વાતે લોકોના હોંશ ઉડાવી દીધા છે. તેવામાં હવે રાખીએ આદિલ અને પોતાના લગ્નની હકીકત આખી દુનિયાને દેખાડી છે.

પોતાના લગ્ન અંગે વાત કરતા રાખીએ કહ્યું છે કે- મને લગ્ન કર્યાને સાત મહિના થઈ ગયા છે. આદિલે મને આ વાતને છૂપાવવા માટે કહ્યું હતું. મારા કોર્ટ મેરેજ થઈ ગયા છે. નિકાહ થઈ ગયા છે. હવે હું આ વાત બતાવી રહી છું કારણ કે બતાવવી જરૂરી છે. કંઈ સારું નથી ચાલી રહ્યું મારી લાઈફમાં.

 
 
 
View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

આદિલ સાથેના રાખી સાવંતના આ બીજા લગ્ન છે. એક્ટ્રેસે પહેલા લગ્ન બિઝનેસમેન રિતેશ સાથે કર્યા હતા. રિતેશ સાથે રાખી બિગ બોસમાં પણ આવી હતી પરંતુ બંનેનો સંબંધ ચાલી શક્યો ન હતો. તેવામાં રિતેશ અને રાખીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. પહેલા પતિ રિતેશ સાથે અલગ થયા પછી રાખીની લાઈફમાં આદિલ પ્રેમની મિઠાસ લઈને આવ્યો હતો.

આદિલ માટે રાખીએ ખુલ્લામાં પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. રાખી અને આદિલ જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેર કરવામાં અચકાતા ન હતા. રાખીએ ઘણી વખત કહ્યું છે કે તે આદિલને ઘણો પ્રેમ કરે છે અને હવે તેણે આદિલ સાથે લગ્ન કરીને તેને પોતાનો હમસફર બનાવી લીધો છે. તે આદિલ સાથે ખુશીથી પોતાની નવી લાઈફની શરૂઆત કરી ચૂકી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp