26th January selfie contest

રડતા રડતા રાખી સાવંત બોલી-વિચાર્યું હતું બાળક થશે, રોજા રાખીશ, ઉમરાહ કરીશ, પણ..

PC: bollywoodlife.com

રાખી સાવંતનો પતિ આદિલ ખાન ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. સોમવારે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ તેના કેસની સુનાવણી થઈ. રાખી સાવંતની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે પૂછપરછ માટે કેસમાં હસ્તક્ષેપ કર્યો છે. રાખી સાવંત સોમવારે પોતાના વકીલો સાથે કોર્ટમાં ઉપસ્થિત થઈ હતી. ત્યારબાદ તે મીડિયા સામે આવી અને તેણે જણાવ્યું કે, તે આદિલને કઈ રીતે મળી. આદિલ તેને ધમકી આપી રહ્યો છે. રાખી સાવંત પોતાની વાત કહેતા રડવા લાગી.

તેની સાથે જ તેની મિત્ર પણ હાજર રહી, જે તેને સંભાળતી રહી. રાખી સાવંતે મીડિયાને કહ્યું કે, આજે મેં આદિલને કોર્ટમાં જોયો. મને એટિટ્યુડ દેખાડી રહ્યો હતો. કહે છે કે તિહાડ જેલમાં હું ખૂબ મોટા-મોટા ડૉનને મળ્યો છું, તું વિચારી લે તારે શું કરવાનું છે. જ્યારે એક રિપોર્ટરે પૂછ્યું કે, શું આ ધમકી હતી? તો રાખી સાવંતે ‘હા’માં જવાબ આપ્યો. તેણે આગળ કહ્યું કે, વકીલને જણાવ્યું કે, તે ધમકી આપી રહ્યો છે તો વકીલે કહ્યું કે આપવા દે ધમકી, જેને મળ્યો તે પણ અંદર જ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

રાખી સાવંત કહે છે કે, આદિલ જ્યારે તેને મળ્યો તો બોલ્યો કે તેનાથી ખરાબ શું હોય શકે. આર્થર રોડ જેલ ગયો, જ્યાં વાસણ માંજ્યા, લોકોના પગ દબાવ્યા. ઘણી વસ્તુઓ તેણે કહી. આર્થર રોડ જેલમાં ખૂબ મારે પણ છે એવા કેસીસમાં. તેણે કહ્યું કે, પરંતુ આવીશ પછી તારું શું થશે. રાખીએ કહ્યું કે, ગમે તેમ પણ મારા દિલથી તેની યાદો નીકળી જાય. જેમાં સમય લાગશે. એટલું કહેતા કહેતા રાખી સાવંત રડવા લાગી. તેણે કહ્યું કે, લગ્ન થયા હતા તો હું એટલી ખુશ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

એમ લાગ્યું હતું કે હવે મારા લગ્ન થઈ ગયા છે. હવે મારો પતિ છે, મારું સંતાન થઈ જશે. પહેલા રમઝાન રાખીશ, ઉમરાહ કરીશ. મારો પતિ, મારું સંતાન, મારો સંસાર, પરંતુ જિંદગીને ખબર નહીં શું મંજૂર છે. આદિલ ખાનના વકીલે કહ્યું કે, પોલીસ કસ્ટડી બાદ હવે આદિલને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. તેની વિરુદ્ધ લગાવવામાં આવેલા બધા આરોપ પાયાવિહોણા છે. તો આદિલ વિરુદ્ધ મૈસુરમાં પણ રેપ કેસ નોંધાવવામાં આવ્યો છે. જલદી જ મૈસૂર કોર્ટમાં પણ તેની ઉપસ્થિતિ થઈ શકે છે.

રાખી સાવંતે થોડા દિવસો અગાઉ આદિલ ખાન સાથે છાનામાના કરેલા લગ્ન બાબતે જાણકારી આપી હતી. આદિલ અને રાખીએ દાવાઓ કર્યા હતા કે, તેમણે ગયા વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રાખીએ ધર્મ બદલીને ફાતિમા નામ રાખી લીધું હતું, પરંતુ થોડા દિવસ બાદ જ બંને વચ્ચેના ખટપટના સમાચાર આવ્યા. રાખી સાવંતે માતાના નિધનના થોડા દિવસ બાદ જ આદિલ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આદિલ પર તેણે મારામારી અને પૈસાઓની હેરાફેરી સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા. ત્યારબાદ પોલીસે આદિલની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp