રાખી સાવંતની માતાને કેન્સર પછી થયું બ્રેન ટ્યુમર, હોસ્પિટલમાંથી વીડિયો શેર કર્યો

એક્ટ્રેસ રાખી સાવંત, બિગ બોસ મરાઠીના ઘરેમાંથી બહાર આવી છે. ઘરે આવતાની સાથે જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, તેણે હવે પોતાના ફેન્સની સાથે શેર કરી દીધી છે. રાખીએ કહ્યું કે, માતા જયા ભેડાને કેન્સર પછી હવે બ્રેન ટ્યુમર પણ થયું છે. તે મુંબઇની હોસ્પિટલમાં દાખલ છે. એક્ટ્રેસે હોસ્પિટલથી રડતા રડતા વીડિયો શેર કર્યો છે. તેમાં તેની માતાને પણ જોઇ શકાય છે.

વીડિયોમાં રાખી સાવંત કહી રહી છે કે, રવિવારે રાતે જ બિગ બોસ મરાઠીમાંથી બહાર આવી છે. તેણે કહ્યું કે, આવતાની સાથે જ મને ખબર પડી કે, મમ્મી ઠીક નથી. અમે હજુ હોસ્પિટલમાં છીએ. મમ્મીને કેન્સર છે અને હવે બ્રેન ટ્યુમર પણ થયું છે. તમે પ્લીઝ તેમના માટે દુઆ કરો. મારી માતાને દુઆની જરૂર છે.

તેની પાસે કોઇ રાજેશ નામનો વ્યક્તિ આવે છે. રાખી તેને પૂછે છે કે, શું થયું. તે કહે છે કે, તેમના શરીરનો એક હિસ્સો પેરેલાઇઝ્ડ થઇ ગયો હતો. અમે તેમને હોસ્પિટલ લઇને આવ્યા છીએ. અહીં તેમનું સ્કેન અને MRI થયું તો ખબર પડી કે તેમને બ્રેન ટ્યુમર છે. તેમને કેન્સર તો પહેલેથી હતું જ.

એક ડોક્ટર સાથે પણ રાખીએ વાત કરી. તેમણે કહ્યું કે, રાખીની માતાના ફેફસા સુધી કેન્સર ફેલાઇ ચૂક્યું છે. તેમનાં ઘણા બધા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનું રિઝલ્ટ આવવાનું બાકી છે. ત્યાર બાદ જ ખબર પડશે કે, તેમને રેડિએશન થેરાપી કેવી રીતે અને કેટલી આપવાની છે. રેડીએશન સિવાય કંઇ પણ રાખીની માતા પર કામ ન કરશે. તેમના માટે કોઇ અન્ય ઇલાજ નથી.

રાખી સાવંતે ફેન્સ સાથે આગ્રહ કર્યો છે કે, તેની માતા માટે દુઆ કરો. તેમનું કહેવું છે કે, હું માનુ છું કે, દુઆથી મારી માતા ઠીક થઇ શકે છે. તેની પાસે આ વીડિયો પર ઘણા બધા ફેન્સ અને સાથે સાથે સેલેબ્સ પણ રિએક્શન આપી રહ્યા છે. સિંગર અફસાના ખાને કોમેન્ટ કરી કે, રાખી બહેન, હિંમત રાખો, વાહેગુરુ, અલ્લાહ મહેર કરો. એક્ટ્રેસ મહિના ચૌધરીએ લખ્યું કે, મારી દુઆઓ તમારી સાથે જ છે. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે દુઆ માગી રહી છું. સોફિયા હયાતે કોમેન્ટ કરી કે, હું તમારા અને તમારી માતા માટે દુઆ માગી રહી છું.

 
 
 
View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

કેટલાક ફેન્સે પણ રાખી અને તેની માતા માટે દુઆ માગી છે. ફેન્સ રાખી સાવંતની હિંમત વધારી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે, બધુ ઠીક થઇ જશે. રાખી સાવંતને રડતી જોઇને તેને ફેન્સ તેને સહારો આપી રહ્યા છે. રાખી ઘણા સમયથી બિગ બોસ મરાઠીમાં નજરે પડી રહી હતી. આ પહેલા બિગ બોસ 14માં નજરે પડી હતી. ત્યારે પણ પોતાના માતાના ઇલાજ માટે તેણે શોમાંથી મળેલા પૈસાનો ઉપયોગ કર્યો હતો. સલમાન ખાન અને કરણ જોહરે પણ તેની મદદ કરી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.