
રાખી સાવંતનો કોઈક ને કોઈક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે. તે પોતાની હરકતોથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેચવામાં કોઈ કસર છોડતી નથી. ખાસ કરીને જ્યારે સામે પેપરાજીની ટોળી હોય. હવે તેના કેટલાક વીડિયો ફરી ઇન્સ્ટાગ્રામ પર સામે આવ્યા છે. તેમાં તે કોઈ ઇવેન્ટમાં પહોંચી છે. જ્યાં કેટલાક લોકો સેલ્ફી લઈ રહ્યા હતા, પરંતુ એક્ટ્રેસ તેમનો મોબાઈલ જ છીનવીને ભાગી નીકળી. રાખી સાવંત મોટા ભાગે આડી-અવળી હરકતો કરતી રહે છે.
ક્યારેક તે કોઈ સ્ટેટમેન્ટ આપીને લોકોનું માથું ફેરવી દે છે. તો ક્યારેક પોતાની ફની વાતોથી લોકોને હસવા માટે મજબૂર કરી દે છે. એવામાં કોઈ ઇવેન્ટમાં તે 21 એપ્રિલની રાત્રે પહોંચી હતી. ત્યાં પહેલા પોતાના આઉટફિટને ફ્લોન્ટ કર્યો. જાત જાતના પોઝ આપ્યા. પેપરાજી સામે ડાન્સ પણ કર્યો. તેને જોયા બાદ લોકોએ પણ રીએક્શન આપ્યા છે. તો બીજા વીડિયોમાં રાખી સાવંત વેન્યૂ બહાર પોતાના ફેન્સ સાથે નજરે પડી, જે તેની સાથે પોત પોતાના ફોનથી સેલ્ફી લઈ રહ્યા હતા.
આ દરમિયાન તે કહે છે કે, કોણ કોણ સેલ્ફી લઈ રહ્યું છે. એટલામાં તે બધાનો ફોન છીનવી લે છે. જો કે, એ દરમિયાન એમ લાગે છે કે તે પોતાના હાથોથી ફોટો ક્લિક કરશે, પરંતુ બધાનો ફોન છીનવીએ તે પોતાની કારમાં જતી રહે છે.
રાખી સવંતની કાર પાસે જઈને તેના ફેન્સ પોત પોતાનો ફોન માગવા લાગે છે. પરંતુ રાખી કહે છે કે નહીં આપું. સેલ્ફી લીધી છે ને. જો સેલ્ફી લીધી છે તો.. ફરી નહીં લે ને? પહેલા કેમેરા સામે જોઈને સોરી બોલ. ત્યારબાદ તે એકનો ફોન પાછો આપે છે અને બીજા ફેનના ફોનથી તેની સાથે સેલ્ફી લે છે અને પછી તે બાય કહીને જતી રહે છે.
રાખી સાવંત ક્યારેક પોતાના બોલ્ડ લુક તો ક્યારેક પર્સનલ લાઇફના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. હાલમાં જ એક્ટ્રેસનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સનું મગજ ફરી ગયું. વીડિયોમાં રાખી સાવંત બ્લેક બ્રાલેટમાં કારથી ઊતરતી નજરે પડી રહી છે અને એક્ટ્રેસની નજર મીડિયા પર પડે છે તો ઝડપથી પોતાની કારમાં જઈને પાછી બેસી જાય છે. રાખી સવંતનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને Moviemantemedia નામના એક પેજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp