26th January selfie contest

પતિ આદિલને જેલમાં બંધ કરાવવા કેમ તમામ પ્રયાસો કરી રહી છે રાખી, પોતે કર્યો ખુલાસો

PC: amarujala.com

B-ટાઉનની ડ્રામા ક્વીનના નામથી જાણીતી રાખી સાવંત હંમેશા વિવાદોમાં છવાયેલી રહે છે. એક સમય હતો, જ્યારે તેમના નિવેદનો હેડલાઇન્સમાં આવતા હતા, આજકાલ તેના અંગત જીવનમાં હંગામો મચી ગયો છે. અભિનેત્રી તેના પતિ આદિલ ખાન દુર્રાની પર મારપીટ સહિતના અનેક આરોપો લગાવીને જેલમાં મોકલી દીધો છે. તેનું કહેવું છે કે, આદિલે તેને દગો આપ્યો છે. જો કે, અભિનેત્રીએ કહ્યું કે તે તેના પતિને છૂટાછેડા નથી આપવા માંગતી. જાણો કેમ.

આદિલને ડિવોર્સ નહીં આપશે રાખી

રિપોર્ટ મુજબ રાખી સાવંતે કહ્યું, 'હું મરી જઈશ, પણ આદિલને ડિવોર્સ નહીં આપીશ. કોઈ મારા જીવન સાથે રમી નહીં શકે. હું મરીશ ત્યાં સુધી લડીશ. હું ડિવોર્સ નહીં આપીશ.' રાખી સાવંતના પતિ આદિલના જામીનને નામંજૂર કરવા માટે તેના વકીલે કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે. આજે એટલે કે 15 ફેબ્રુઆરી 2023ના રોજ કોર્ટમાં બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવશે. આ પછી જ ખબર પડશે કે તેને જામીન મળે છે કે નહીં. જો કે, રાખી પતિને જામીન ન મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

રાખીને નહીં જોઈએ ભરણપોષણ

એટલું જ નહીં, રાખી પર આરોપ લાગ્યા હતા કે તે આ બધું ભરણપોષણ મેળવવા માટે કરી રહી છે. જેના પર તેણે કહ્યું, 'જો મારે ભરણપોષણ લેવું હોત તો મારા પહેલા પતિ રિતેશ જો કે, કરોડપતિ છે, તેમની પાસે લીધું હોત, પરંતુ મેં આવું ક્યારેય નથી કર્યું. મારા રિયલ લગ્ન ફક્તને ફક્ત આદિલ ખાન દુર્રાની સાથે થયા છે. લગ્ન થયા અને રજિસ્ટર્ડ મેરેજ થયા. હું હમણાં ભરણપોષણ નહીં, પરંતુ જામીન નહીં મળે, તે વિશે વિચારી રહું છું, કારણ કે તેણે કહ્યું કે જામીન મળ્યા બાદ તે તેની ગર્લફ્રેન્ડ નિવેદિતા સાથે લગ્ન કરશે.'

પોતાના પર લાગેલા આરોપો પર બોલી રાખી

રાખી સાવંતે આગળ કહ્યું, 'હું લોકોને કહેવા માંગુ છું અને વકીલોને કહેવા માંગુ છું કે મારા પર ડાઘ લગાડવાનું બંધ કરે. પહેલેથી જ મારા પતિએ મારા પર ઘણા ડાઘ લગાવી દીધા છે.' આ સિવાય રાખીએ એ મહિલાનો પણ ઉલ્લેખ કર્યો, જેણે પહેલીવાર આદિલ સાથે તેની મુલાકાત કરાવી હતી. તે મહિલાનું કહેવું છે કે તેણે પહેલેથી જ રાખીને ચેતવણી આપી હતી કે જે કઈં પણ થઈ રહ્યું છે તે સંપૂર્ણ પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે.

રાખીના પતિનું અસલ સત્ય!

રાખી અને આદિલની મુલાકાત કરાવનાર મહિલા શૈલી અભિનેત્રીના પતિની વાસ્તવિકતા તેના સુધી પહોંચાડવા માંગતી હતી, પરંતુ પ્રેમનું નામ આપીને આદિલ હંમેશા તેને શૈલી સાથે વાત કરવા માટે ના કહી દેતો હતો. અહીં સુધી કે બ્લૉક કરાવી દેતો હતો. રાખીએ આગળ જણાવ્યું કે તેની સાથે લગ્ન બાદ પણ આદિલના સંબંધો અન્ય છોકરીઓ સાથે રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp