શું મા બનવાની છે રાખી સાવંત? પ્રેગ્નન્સીના કારણે લીક થયું નિકાહનું સિક્રેટ?

ડ્રામા ક્વીન રાખી સાવંત જે પણ કરે છે તે લાઇમલાઇટમાં આવી જ જાય છે. રાખીના બીજા લગ્નએ હાલ ધમાલ મચાવી છે. એક તરફ રાખી કહે છે કે, તેના લગ્ન આદિલ ખાન સાથે થયા છે. જ્યારે આદિલ રાખી સાથેના લગ્નનું સત્ય કહેવા માટે 10થી 12 દિવસનો સમય માગી રહ્યો છે. હવે રાખીના લગ્નને લઇને નવો દાવો સામે આવ્યો છે.

સાંભળવા મળ્યું છે કે, રાખી સાવંત પ્રેગ્નન્ટ છે. તે આદિલ ખાન દુર્રાની સાથે પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઇ રહી છે. રાખી સાવંત સાથે જોડાયેલી આ વાત સાંભળીને તમે હેરાન રહી જશો. પણ એ પહેલા કે વાત ચર્ચાનો વિષય બને રાખીનું રિએક્શન સામે આવ્યું છે. ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં રાખી સાવંતે પ્રગ્નન્સી પર કંઇપણ બોલવાથી ઇનકાર કર્યો છે. રાખીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે આદિલના બાળકની માં બનવાની છે? તો તેના જવાબમાં રાખીએ કહ્યું કે, નો કોમેન્ટ્સ. હવે રાખી સાવંતની પ્રેગ્નન્સીની અટકળો પર કંઇપણ કહેવા પર ઇનકાર કરવો લોકોને ચોંકાવી રહ્યું છે. જો એવી કોઇ વાત નથી તો તેના માટે રાખીએ સાફ ઇનકાર નથી કર્યો.

રાખી સાવંતની પર્સનલ લાઇફ હંમેશાથી વિવાદોમાં રહી છે. પહેલા લગ્ન રિતેશ સાથે થયા હતા. તેની સિક્રેટ વેડિંગ પર પહેલા તો મહિનાઓ સુધી લોકોને ભરોસો ન થયો. લોકો તેને રાખીનો નવો પબ્લિસિટી સ્ટંટ સમજી રહ્યા હતા. પછી જ્યારે રાખી રિતેશની સાથે બિગબોસમાં આવ્યો તો લોકોએ તેના લગ્ન પર વિશ્વાસ કર્યો. શોથી બહાર થયા બાદ બન્નેના પ્રોબ્લેમ સામે આવ્યા. રાખી અને રિતેશના લગ્નમાં ઘણા લડાઇ થઇ હતી. આખરે તેમના ડાઇવોર્સ થયા. રિતેશ પાસેથી દર્દ મળ્યા બાદ રાખીના જીવનમાં આદિલ ખાન દુર્રાની આવ્યો. બન્નેની લવ સ્ટોરી જોઇને લાગ્યું કે, તેઓ હંમેશા સાથે રહેશે. હજુ પણ બન્ને સાથે જ છે પણ ઘણા બધા ટ્વીસ્ટ આવ્યા છે.

રાખીએ અચાનકથી આદિલ સાથે સિક્રેટ નિકાહને રીવિલ કર્યા. ડ્રામા ક્વીનનો દાવો છે કે, 7 મહિના પહેલા નિકાહ થયા હતા. લગ્નની તસવીરો, વીડિયો અને મેરેજ સર્ટિફિકેટ પણ શેર કર્યું. ફેન્સ રાખી સાવંતને લક વિશ કરી રહ્યા હતા, પછી સામે આવ્યું કે, રાખીએ મજબૂરીમાં લગ્નની વાત લીક કરી છે. તેને શંકા છે કે, આદિલ તેને દગો કરી રહ્યો છે. રાખીએ તો લગ્નનું કબૂલનામું આપી દીધું. પણ આદિલ કંઇ પણ બોલવા પર ઇનકાર કરી રહ્યો છે.

બીજી બાજુ, રાખી ઇન્સ્ટા પર આદિલ સાથે તસવીર અને વીડિયોઝ શેર કરી રહી છે. બન્નેનો આ સંબંધ આગળ કેવો રહે છે અને આદિલ આ લગ્નને માને છે કે નહીં. શું રાખી માં બનવાની છે? આશા છે કે, આ બધા સવાલના જવાબ મળશે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.