-15 ડિગ્રી તાપમાનમાં રકુલે બિકીનીમાં કર્યું એવુ કામ, તમારા પણ રુંવાટા ઊભા થઈ જશે

બોલિવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલ જે કારણે ચર્ચામાં છે, તે તેનું ઇન્ટાગ્રામ અકાઉન્ટ છે. શનિવારે રકુલ પ્રીત સિંહે એક એવો વીડિયો શેર કર્યો છે, જે રુંવાડા તમારા ઊભા કરી દેશે અને તે પણ ઠંડીના કારણે. જરા વિચારો, ચારે બાજુએ દૂર-દૂર સુધી બરફની ચાદર પથરાયેલી હોય, ત્યાં કોઈ બહાર બરફવાળા ઠંડા પાણીમાં ડૂબકી લગાવે તો શું હાલ થશે. આવુ જ કંઈક રકુલ પ્રીત સિંહે કર્યું છે અને હવે આ વીડિયોને લઇને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.

રકુલ પ્રીતે બર્ફીલા વિસ્તારમાં cryotherapy લેતા પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. રકુલના આ વીડિયોને જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા છે. આ વીડિયોમાં પહેલા તો કેટલાક લોકો સાથે બર્ફિલા વિસ્તારમાં મોટા-મોટા વિન્ટર જેકેટ અને ટોપીમાં એક્ટ્રેસ ઊભી રહેલી દેખાઈ રહી છે. ત્યારબાદ રકુલ બિકીનીમાં એક વુડન કેબિનમાંથી બહાર આવે છે અને પછી બરફની જેમ જામી ગયેલા ઠંડા પાણીમાં ડુબકી લગાવી દે છે.

રકુલ પ્રીતે આ પોસ્ટમાં જણાવ્યું છે કે, બહાર -15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. અંદર સુધી થીજવી દેનારી આ ઠંડીમાં રકુલ પ્રીત બરફના પાણીમાં ડુબકી લગાવે છે અને આ દરમિયાન તેના ચહેરાની સ્માઇલ પણ મેન્ટેન રહે છે. જોકે, જ્યારે તે કેબિન તરફ જવા માંડે છે તો તેના મોઢામાંથી ઠંડીના કારણે બૂમ નીકળી જાય છે.

હવે રકુલના આ વીડિયો પર કેવી-કેવી કમેન્ટ્સ મળી રહી છે, જરા તે પણ વાંચી લો. એક ફેને લખ્યું છે- રકુલે તો પાણીમાં આગ લગાવી દીધી. બીજા એક ફેને કહ્યું- આ પુરાવો છે એ વાતનો કે તે ખૂબ જ હોટ છે. કેટલાક લોકો તો એ પણ પૂછી રહ્યા છે કે શું આ બધુ તેણે કોઈ ફિલ્મ માટે કર્યું છે? અન્ય એક યુઝરે લખ્યું- હવે આખો ગ્લેશિયર જ પીગળી જશે.

 
 
 
View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

વર્કફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ છેલ્લીવાર ‘છતરીવાલી’ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં રકુલ પ્રીત કોન્ડોમ વેચવાનું કામ કરે છે અને પોતાના પ્રોફેશનને છૂપાવવાનો પૂરો પ્રયાસ કરતી દેખાય છે. જોકે, ફિલ્મને મિક્સ્ડ રિવ્યૂઝ મળ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.