રામાનંદ સાગરની રામાયણને બનાવવા આટલા કરોડ લાગેલા, કમાણીનો આંકડો કરી દેશે હેરાન

PC: latestly.com

રામાયણ’ પર ઘણી ધરવાહિકો બની, ટી.વી. પર પ્રસારિત પણ થઈ, પરંતુ જે લોકપ્રિયતા વર્ષ 1987માં રામાનંદ સાગરની ‘રામાયણ’ને મળી તે કોઈ બીજાને ન મળી શકી. લોકોને રામાનંદ સાગરની ‘રામાયણ’ એટલી પસંદ આવી હતી કે તેઓ તેને જોવા માટે પોતાનું આખું કામ છોડી દેતા હતા. લોકો આ સીરિયલમાં ‘ભગવાન રામ’ની ભૂમિકા ભજવતા ‘અરુણ ગોવિલ’ અને માતા સીતાની ભૂમિકા ભજવતી ‘દીપિકા ચિખલિયા’ને જ અસલી રામ અને સીતાની જોડી માનવા લાગ્યા હતા.

આજે પણ જો ક્યાંક અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા નજરે પડી જાય તો તેમને પગે પડવા લાગે છે. ‘રામાયણ’ની આ લોકપ્રિયતાએ મેકર્સને લાખપતિ બનાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવે છે કે રામયણના એક એપિસોડને શૂટ કરવા માટે રામાનંદ સાગર 9 લાખ રૂપિયા ખર્ચ કરી દેતા હતા. જો કે, ‘રામાયણ’ના એક એપિસોડ પર એટલા પૈસા લાગ્યા છતા તેઓ માલામાલ થઈ જતા હતા. એક એપિસોડથી મેકર્સ 40 લાખ રૂપિયાની કમાણી કરી લેતા હતા. એટલે કે 7 કરોડમાં બનેલા 78 એપિસોડથી કુલ 31.4 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

રામાનંદ સાગરની ‘રામાયણ’ને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ 55 દેશોમાં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. એ સમયે આ શોની વ્યૂઅરશિપ 650 મિલિયન હતી. રામાનંદ સાગરની ‘રામાયણ’નો આ રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. રસપ્રદ વાત એ છે કે, રામાનંદ સાગરની ‘રામાયણ’ માત્ર વર્ષ 1987માં જ નહીં, આજે પણ પોપ્યુલર છે. કોરોનાના સમયે લાગેલા લોકડાઉનના સમયે જ્યારે ‘રામાયણ’ને ફરી દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી, ત્યારે આ શૉના એપિસોડને 7.7 કરોડ લોકોએ જોઈ હતી, જેની સાથે આ સીરિયલ ફરી એક વખત સૌથી વધુ જોવાનારો શો બની ગયો હતો.

ગુરુવારે ઠેર-ઠેર રામનવમીનો જુલૂસ કાઢવામાં આવ્યો હતો. દરેક શુભેછા પાઠવી રહ્યું હતું. આ ખાસ અવસર પર રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ ફેન્સને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. દીપિકાએ 35 વર્ષ જૂના ‘રામાયણ’ લૂકને રીક્રિએટ કર્યો હતો, જેને જોઈને ફેન્સની ખુશીનું ઠેકાણું રહ્યું નહોતું. દીપિકા ચિખલિયાએ ભગવા સાડે પહેરીને એક વીડિયો શેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp