આદિપુરુષના મેકર્સ પર એક સાથે ગુસ્સે થયા રામાયણના રામ, સીતા અને લક્ષ્મણ

PC: timesnownews.com

ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ આદિપુરુષ સતત લાઇમલાઇટ મેળવી રહી છે. પછી ફિલ્મના ડાયલોગ હોય કે તેની ભૂમિકા, બધા તેને લઈને આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે અને ફિલ્મના મેકર્સને ખૂબ ખરું-ખોટું સંભળાવી રહ્યા છે. લોકોએ તો અહીં સુધી કહી દીધું કે તેની જગ્યાએ થિયેટરમાં રામાનંદ સાગરની વર્ષ 1987માં આવેલી આઇકોનિક સીરિયલ ‘રામાયણ’ને દેખાડવામાં આવે. તો આ ફેમસ સીરિયલના રામ, સીતા અને લક્ષ્મણનું પણ આ બાબતે રીએક્શન આવી રહ્યું છે. કોઈએ ખૂલીને મેકર્સના ક્લાસ લીધા, તો કોઈએ ઇશારાઓ ઇશારામાં આડે હાથ લીધા.

સૌથી પહેલા વાત કરીએ રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર એક્ટર અરુણ ગોવિલની, તો તેમણે આદિપુરુષના મકર્સને જોરદાર આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે, રામાયણની મૂળ ભાવના અને સ્વરૂપને આ પ્રકરણે બદલવાની જરૂરિયાત નહોતી. રામાયણ આપણાં માટે એક આસ્થા અને ભરોસાનો વિષય છે અને તેની સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં આવે એ સ્વીકાર કરવામાં નહીં આવે. ડાયલોગને લઈને ચાલી રહેલા વિવાદ પર તેમણે કહ્યું કે, તેઓ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવેલી ભાષાનું સમર્થન કરતા નથી. અહીં સુધી કે તેમણે આ ફિલ્મને હોલિવુડ કાર્ટૂન કહી દીધી છે.

તમામ વિવાદો વચ્ચે રામાનંદ સાગરના રામાયણના સીતાની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ દીપિકા ચીખલિયાએ પણ આદિપુરુષને ઇશારાઓ ઇશરામાં વાતો સંભળાવી છે. તેમણે સીતાના ગેટઅપમાં રીલ પોસ્ટ કરીને લખ્યું કે, પબ્લિક ડિમાન્ડ પર આ પોસ્ટ કરી છે. હું એ ભૂમિકા માટે હંમેશાં મળેલા પ્રેમ માટે આભારી છું. હું સીતાજીના રૂપમાં તેનાથી વધારે માગી શકતી નહોતી. તેમની આ પોસ્ટ પર તમામ લોકો કમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે. લોકો તેમને કળયુગના સીતા કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મેમ તમારી આ આખી રીલ પૂરી રીતે આદિપુરુષ પર ભારે પડશે.

તો અન્ય એક યુઝરે લખ્યું કે, તમારા જેવી સીતા માની ભૂમિકા બીજું કોઈ નહીં કરી શકે. ખાસ વાત એ છે કે આ રીલમાં દીપિકા ચીખલિયાએ આદિપુરુષનું સોંગ લગાવ્યું છે. રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં સુનિલ લહરી લક્ષ્મણ બન્યા હતા, તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આદિપુરુષના કેટલાક ડાયલોગ કૉલેજ શેર કરી લખ્યું ‘કહેવાય છે કે ફિલ્મ આદિપુરુષ રામાયણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જો એ સત્ય છે તો આ પ્રકારની ભાષાનો પ્રયોગ ખૂબ જ શરમજનક છે. કંઈક અલગ કરવાના નામ પર પોતાની સંસ્કૃતિ સાથે ખેલવાડ નહીં કરી શકાય. તેમણે ડાયલોગને ખૂબ બેકાર ગણાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp