
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તાજેતરમાં જ તેમની પુત્રીને લઈને નો ફોટો પોલિસી વિશે મીડિયા સાથે વાત કરી હતી. હવે, જાણવા મળ્યું છે કે કપલે પાપારાઝીને કહ્યું છે કે તેઓ રાહાનો ફોટો ક્લિક કરી શકે છે પરંતુ એક શરત છે જે માનવી જરૂરી છે. તો એ શું છે શરત આવો જાણીએ...
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 6 નવેમ્બર, 2022 ના રોજ તેમની પુત્રીનું તેમના પરિવારમાં સ્વાગત કર્યું અને તેનું નામ તેની દાદી નીતુ કપૂરે 'રાહા કપૂર' રાખ્યું. રણબીર અને આલિયાએ તેની પુત્રી બે મહિનાની થઈ ગઈ હોવા છતાં તેનો ચહેરો જાહેર કર્યો નથી અને તેઓ ઈચ્છે છે કે મીડિયા તેમની પુત્રીનો ફોટો ત્યા સુધી ના ક્લિક કરે જ્યા સુધી તે બે વર્ષની ના થઈ જાય.
આ વિશે મીડિયાને જણાવવા માટે રણબીર, આલિયા અને નીતુ કપૂરે તેને ખાસ આમંત્રિત કર્યા હતા અને તેના ફોન પર રણબીરે પુત્રીની તસવીર પણ બતાવી હતી (રણબીરે પુત્રી રહા કપૂરનો ફોટો બતાવ્યો હતો). હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ મીટઅપમાં અભિનેત્રીએ મીડિયાને કહ્યું હતું કે તે રાહાની તસવીરો ક્લિક કરી શકે છે પરંતુ એક શરત છે જેનું પાલન કરવું જરૂરી છે.
રણબીર અને આલિયા દ્વારા પાપારાઝી માટે સ્પેશિયલ ગેટ-ટુગેધર અરેંજ કર્યું હતું, ત્યાં તમામ ફોટોગ્રાફર્સને રણબીરે તેના ફોનમાં રાહા કપૂરના ફોટા બતાવ્યા અને પછી તેમને તેની પુત્રીને લઈને તેમણે જે ફોટો પોલિસી વિચારી હતી,તેના વિશે ચર્ચા કરી. આલિયાએ આ દરમિયાન મીડિયાને કહ્યું કે જો તે ઇચ્છે તો રાહા કપૂરની તસવીરો ક્લિક કરી શકે છે.
આ ગેટ-ટુગેધરમાં આલિયાએ તમામ મીડિયાકર્મીઓને કહ્યું છે કે જો તેઓ ઈચ્છે તો રાહાનો ફોટો ક્લિક કરી શકે છે. પાપારાઝી જો ભૂલથી તેમના કેમેરામાં રાહાનો ફોટો ક્લિક કરે છે, તો તેમણે એક શરત સ્વીકારવી પડશે. તે ફોટો સોશિયલ મીડિયા પર મૂકતા પહેલા, તેઓએ પુત્રીનો ચહેરો 'વડા-પાવ' ના ઇમોજીથી ઢાંકવો પડશે અને પછી જ ફોટો પોસ્ટ કરવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp