
બોલિવુડ એક્ટર રણબીર કપૂર ફિલ્મોમાં પોતાની જોલી સ્ટાઇલના કારણે હંમેશા લોકોનો ફેવરિટ રહ્યો છે. પરંતુ, હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને વિચારતા કરી દીધા છે. હા, તમે આ વીડિયોમાં રણબીરનો આ અવતાર ભાગ્યે જ જોયો હશે. તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ શાંત સ્વભાવનો છે. પરંતુ, આ વીડિયોમાં તે સાવ અલગ જ દેખાઈ રહ્યો હતો. પોતાના આ વર્તનને કારણે રણબીર હવે ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. ચાલો તમને એ પણ બતાવીએ કે એ આખરે એવું તે શું થયું કે એક્ટર પર સવાલો ઉઠી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીરનો એક ફેન તેની સાથે પ્રેમથી સેલ્ફી લઈ રહ્યો છે. સેલ્ફી લીધા પછી, અભિનેતા તેની પાસેથી તેનો મોબાઇલ ફોન માંગે છે અને તેને પાછળની તરફ ફેંકી દે છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. જો કે કેટલાક લોકો તેને ફિલ્મનું પ્રમોશન ગણાવી રહ્યા છે તો કેટલાક તેને પ્રૅન્ક ગણાવી રહ્યા છે. પરંતુ, તેમના ફેવરિટ એક્ટરનો આ અવતાર જોઈને ફેન્સ ખૂબ નારાજ થઈ ગયા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. હવે આ વીડિયો પાછળનું સત્ય શું છે તે તો ત્યાં હાજર લોકો જ કહી શકશે.
જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારથી લોકો રણબીરને ખરું ખોટું બોલી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ રણબીરને તેના ઘમંડ બતાવવા માટે ટ્રોલ કરી રહ્યા છે. એકંદરે, ચાહકોને અભિનેતાનું આ વર્તન ગમ્યું નહીં. કેટલાક લોકો તેમના આ કૃત્યને શરમજનક ગણાવી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં ફેન્સ તેના માટે લડતા જોવા મળે છે.
Shocking 😱 Ranbir Kapoor THROWS Fan's Phone for annoying him for a Selfie.#RanbirKapoor pic.twitter.com/dPEymejxRv
— [email protected] (@SAMTHEBESTEST_) January 27, 2023
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે પોતાની આગામી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'માં પહેલીવાર શ્રદ્ધા કપૂર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
બીજી તરફ આ વાયરલ વીડિયો સાચો છે કે પછી રણબીરે તેના ફેન્સ સાથે મજાક કરી છે, યુઝર્સ પણ તેની આતુરતાથી રાહ જોશે. ત્યાં સુધી અભિનેતાએ તેના અભિનયનો ભોગ બનવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp