રણબીર કપૂર અને આમીર ખાને દ્રોણાચાર્ય સ્ટાર્ટઅપમાં કર્યું મોટું રોકાણ

PC: newsbytesapp.com

ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી રમતનું મેદાન, બન્ને જ ક્ષેત્રોમાં ધૂરંધરો કમાણીના અન્ય ઓપ્શન્સમાં રોકાણ કરી રહ્યા છે. ભલે એ મહેન્દ્ર સિંહ ધોનીથી લઇને વિરાટ કોહલી હોય કે પછી આમીર ખાન અને રણબીર કપૂર હોય.

હાલમાં જ આમીર ખાન અને રણબીર કપૂરે એક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. ઝડપથી ઉભરતી કંપની Drone Acharya નામની કંપનીમાં આ ફિલ્મી સ્ટારો સિવાય અન્ય કેટલીક દિગ્ગજ હસ્તીઓએ પોતાના પૈસા લગાવ્યા છે. આ કંપની ડ્રોનથી તમારા ઘરે દવાઓની ડિલિવરી કરવાની નેમ ધરાવે છે. 

બિઝનેસ ટુડેના એક રિપોર્ટ અનુસાર, બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીરખાન અને હાલમાં જ આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર દ્વારા પોતાના ફેન્સના દિલો પર રાજ કરી રહેલા અભિનેતા રણબીર કપૂરે  ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશનમાં હિસ્સેદારી ખરીદી છે. આ કંપની હાલમાં જ SME IPO લાવી હતી અને આ કંપનીના IPOને રોકાણકારો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

કંપની તરફથી જારી એક વિજ્ઞપ્તિમાં જાણકારી શેર કરવામાં આવી છે કે, DroneAcharya Aerial Innovationsમાં આમીર ખાન અને રણબીર કપૂર સિવાય જે દિગ્ગજોએ હિસ્સેદારી ખરીદી છે, તેમાં બજારના દિગ્ગજ શંકર શર્મા અને પહેલા ITC ઇ ચૌપાલ અને બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ઇન્ડિયા સાથે જોડાયેલા મંજીલા શ્રીનિવાસ રાવનું નામ પણ શામેલ છે.

મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત મુખ્યાલય વાળી કંપની BSE SME એક્સચેન્જમાં લિસ્ટિ થયેલી અને એક્સચેન્જમાં જગ્યા બનાવનારું ભારતનું પહેલું એકીકૃત ડ્રોન ઇકોસિસ્ટમ સ્ટાર્ટઅપ છે. ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશનના ફાઉન્ડર અને MD પ્રતીક શ્રીવાસ્તવે કંપનીના લિસ્ટિંગ પહેલા કહ્યું હતું કે, આપણે ભવિષ્યમાં દેશમાં ડ્રોન ઇકોસિસ્ટમને લિસ્ટ કરવા અને આગવા સ્તર સુધી લઇ જવાના ઉદ્દેશ્યથી ભારતમાં પહેલું ડ્રોન સ્ટાર્ટઅપ હોવા પર ગર્વ છે. 40થી વધારે લોકોની ટીમ હોવાથી, અમે હવે વિકાસ અને વેલ્યુ ક્રિએશનના 2.0 વિઝનની શરૂઆત કરવા જઇ રહ્યા છે. કંપનીનો પ્રાથમિક હેતુ લિસ્ટિંગનો છે.

ડ્રોન આચાર્ય એરિયલ એક પૂર્ણ વિકસિત ઇનોવેટિવ ડેટા સોલ્યુશન કંપની છે, જે મલ્ટી સેન્સર ડ્રોન સરવે, ડ્રોન ડેટા પ્રોસેસિંગ અને ડ્રોન ડિલીવરી માટે મજબૂત હાઇ કોન્ફિગ્યુરેશન હાર્ડવેર, ડ્રોન ઇન ધ બોક્સ સોલ્યુશન માટે ડ્રોન સોલ્યુશન્સની આખી ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરે છે. ડ્રોન આચાર્ય બુક બુલ્ડિંગ રૂટ દ્વારા 10 રૂપિયાના 62.90 લાખ ઇક્વિટી શેરોની રજૂઆત કરવાની યોજના બનાવી રહી છે. કંપીના શેરોને BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp