લાંબી દાઢી, વાંકળીયા વાળ, લોહીથી લથપથ રણબીરનો ખુંખાર અંદાજ, ફેન્સ બોલ્યા-ખતરનાક
રણબીર કપૂરે નવા વર્ષ પર ફેન્સને ખાસ ગિફ્ટ આપી છે. રણબીરની મોસ્ટ અવેઈટેડ અપકમિંગ ફિલ્મ 'એનિમલ'નો ફર્સ્ટ લૂક રીલિઝ કરી દેવામાં આવ્યો છે. 'એનિમલ'ના પોસ્ટરમાં રણબીર એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. રણબીરના ઈન્ટેન્સ લૂકને જોઈને ફેન્સ સુપર એક્સાઈટેડ થઈ ગયા છે અને ફિલ્મની ઘણી બેસબરીથી રાહ જોઈ રહ્યા છે. 'એનિમલ'ના પોસ્ટરમાં રણબીર કપૂરનો સાઈડ લૂક દેખાઈ રહ્યો છે.
તે કોઈને ગુસ્સાથી જોઈ રહ્યો છે. લાંબી દાઢી અને વાંકળીયા વાળમાં લોહીથી લથપથ રણબીરનો ઈન્ટેન્સ લૂક જોવા લાયક છે. તેના હાથમાં એક ધારદાર કુહાડી પણ છે. આ ભૌકાલી લૂકમાં રણબીર કોઈને ઘુરતા સિગરેટ સળગાવી રહ્યો છે. 'એનિમલ'ના પોસ્ટરનો લૂક એટલો ઈન્ટેન્સ છે, તો વિચારો કે ફિલ્મમાં તેનું પાભ કેટલું ખુંખાર હોવાનું છે. રણબીરનો આટલો ખુંખાર અંદાજ બીજી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી.
'એનિમલ'માં રમબીરના લૂકના તેના ફેન્સ ઘણા વખાણ કરી રહ્યા છે. પોસ્ટરમાં રણબીરની બોડી, તેનો સ્વેગ અને કિલર અંદાજના ફેન્સ દિવાના થઈ રહ્યા છે. કોઈ રણબીરના લૂકને ખતરનાક બતાવી રહ્યું છે તો કોઈ કિલર કહીને તેના વખાણ કરી રહ્યું છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે, જે રણબીરને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાંક યુઝર્સનું કહેવું છે કે મેકર્સે 'કબીર સિંહ' અને 'પુષ્પા'ને મિક્સ કરીને અનિમલમાં રણબીરનો લૂક ક્રિએટ કર્યો છે. એક યુઝરે લખ્યું છે-'કબીર સિંહ' અને 'પુષ્ષા' બંને કેરેક્ટર્સને મિક્સ કેમ લાગી રહ્યું છે. તો અન્ય એકે લખ્યું છે- શું મતલબ KGFની રીમેક હશે કે શું.
રણબીર કપૂરની આ મચ અવેઈટેડ ફિલ્મ 'એનિમલ' 11 ઓગષ્ટ 2023ના સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરી છે, જેણે 'કબીર સિંહ' બનાવી બતી. ફિલ્મની સ્ટોરી પણ તેમણે લખી છે. 'એનિમલ'માં અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી મહત્વના રોલમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, રણબીર કપૂર આ ફિલ્મમાં અત્યાર સુધીના અલગ અવતારમાં દેખાવાનો છે. છેલ્લે રણબીર 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા સાથે જોવા મળ્યો હતો, જે 2022ની સફળ ફિલ્મોમાંની એક રહી હતી. હાલમાં તે આલિયા અને તેની છોકરી રાહા સાથે નવા વર્ષની મજા માણી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp