એક્ટિંગ ડેબ્યૂ પહેલા રણબીર કપૂરે કેમ ના માની આમીર ખાનની આ સલાહ?

PC: jantayojana.in

રણબીર કપૂરે યુટ્યુબર પ્રાજક્તા કોલી સાથેની વાતચીત દરમિયાન બોલિવૂડ પરફેક્શનિસ્ટ આમીર ખાને આપેલી સલાહનો ઉલ્લેખ કર્યો હતો. આમીરે રણબીરને તેની એક્ટિંગ ડેબ્યુ પહેલા આ સલાહ આપી હતી, જેને તેણે અવગણી હતી.

આ દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરાના જોરશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. ચાર વર્ષ પછી મોટા પડદા પર શમશેરા દ્વારા રણબીરની એક્ટિંગ જોવા માટે ચાહકો ઉત્સાહિત જોવા મળે છે. ફિલ્મની રીલિઝ પહેલા રણબીરે આમીર ખાન સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે. આ જાણ્યા પછી ઘણા લોકો ચોંકી ઉઠશે.

રણબીર કપૂરે યુટ્યુબર પ્રાજક્તા કોલી સાથેની વાતચીત દરમિયાન બોલિવૂડ પરફેક્શનિસ્ટ આમીર ખાને આપેલી સલાહનો ઉલ્લેખ કર્યો હતો. આમીરે રણબીરને એક્ટિંગ ડેબ્યુ પહેલા આ સલાહ આપી હતી. આમીરે રણબીરને કહ્યું હતું કે, એક્ટર બનતા પહેલા તારી બેગ પેક કર અને આખા ભારતની યાત્રા કર. નાના શહેરોમાં જાઓ અને ટ્રેન દ્વારા મુસાફરી કરો.

રણબીર વધુમાં જણાવે છે કે આમીર તેને કહે છે કે, આપણામાંથી મોટાભાગના લોકો અમીરીમાં મોટા થયા છે. તેઓ તેમના દેશ અને તેની સંસ્કૃતિથી વાકેફ નથી. રણબીરનું કહેવું છે કે તે મને જે સલાહ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એ ખૂબ સારી સલાહ હતી, પરંતુ મેં તેને માની નહીં, કારણ કે મને થયુ કે આ શું બોલી રહ્યા છે. આમ તો આમીર ખાન સાચો હતો.

રણબીર કપૂરે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઘણા પ્રમોશન છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી શકી ન હતી. આ પછી રણબીરે વેક અપ સિડ, અજબ પ્રેમ કી ગઝબ કહાની, રાજનીતિ, બચના એ હસીનો, યે જવાની હૈ દીવાની અને સંજુ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી. હવે જોઈએ કે તે શમશેરામાં કોઈ કમાલ કરી શકે છે કે કેમ. જો કે, શમશેરા 22 જુલાઈએ રીલિઝ થઈ રહી છે. તમે જોવા જશો ને?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp