રણબીરે મીડિયાને બતાવ્યો દીકરી રાહાનો ફોટો, પછી કરી આ વિનંતી

રાહા કપૂર રણબીર અને આલિયાની દીકરી છે જેનો ચહેરો આજ સુધી કોઈને દેખાડવામાં આવ્યો નથી. હવે આખરે રાહાનો ચહેરો સામે આવ્યો છે. આ કોઈ ક્લિકબેટ સમાચાર નથી; અભિનેતા રણબીરે પોતે પોતાની પુત્રીનો ફોટો મીડિયાને બતાવ્યો છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ સ્ટાર કપલે 6 નવેમ્બર, 2022ના રોજ તેમની પુત્રી રાહા કપૂરનું તેમના પરિવારમાં સ્વાગત કર્યું છે. રાહા 6 જાન્યુઆરી, 2023 ના રોજ બે મહિનાની થઈ ગઈ છે, પરંતુ હજી સુધી અભિનેતા અને અભિનેત્રીએ તેમની લાડલીનો ચહેરો જાહેર કર્યો નથી. તેની પ્રથમ ઝલક ત્યારે બતાવવામાં આવી હતી જ્યારે તેનું નામ (આલિયા રણબીર પુત્રીનું નામ) જાહેર કરવામાં આવ્યું, પરંતુ ત્યારે પણ ફોટો બ્લર કરી દીધો હતો અને રાહાનો ચહેરો કોઈ જોઈ શક્યું ન હતું.

હવે, આખરે મીડિયાએ જોઈ લીધુ છે કે કપૂર પરિવારનો સૌથી નાની સભ્ય કેવી દેખાય છે; જણાવી દઈએ કે રણબીર કપૂરે પોતે તેની પુત્રીનો ફોટો બતાવ્યો છે.

અમે હમણાં જ તમને જણાવ્યું કે, 'બ્રહ્માસ્ત્ર' અભિનેતા રણબીર કપૂરે મીડિયા અને પૈપરાઝીને તેની પુત્રી રાહા કપૂરનો પહેલો ફોટો બતાવ્યો છે. જણાવી દઈએ કે રણબીર, આલિયા અને નીતુ કપૂરે એક ખાસ ગેટ-ટુગેધર રાખ્યું હતું જેમાં મીડિયા ફોટોગ્રાફર્સને બોલાવવામાં આવ્યા હતા. આ ગેટ-ટુગેધરમાં રણબીરે રાહાનો ફોટો મીડિયાને બતાવ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ તેમની દીકરીની ઝલક મીડિયા ફોટોગ્રાફર્સને સામેથી દેખાડી નથી. રાહા આ ગેટ-ટુગેધરમાં હાજર ન હતી, રણબીરે પોતાના ફોન પર રાહા કપૂરનો ફોટો બધા સાથે શેર કર્યો હતો. કપલ અને 'દાદી' નીતુ કપૂરે વિનંતી કરી છે કે મીડિયા રાહાના ફોટાને પબ્લિક ન કરે અને તેની પ્રાઈવસીનું ધ્યાન રાખે. વિરલ ભાયાણીએ આ વિશે પોસ્ટ કર્યું છે અને એ પણ જણાવ્યું છે કે ફોટો બતાવ્યા પછી રણબીર-આલિયાએ બધાને ચાટ ખવડાવી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.