
બોલિવુડ એક્ટ્રેસ અમીષા પટેલ મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. એક્ટ્રેસ વિરુદ્ધ અરગોડાના રહેવાસી અજયકુમાર સિંહ નામના એક વ્યક્તિએ વર્ષ 2018માં કેસ નોંધાવ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મ્યુઝિક મેકિંગના નામ પર અમીષા પટેલે તેની પાસેથી અઢી કરોડ રૂપિયા લીધા, પરંતુ એ મ્યુઝિક વીડિયો ન બનાવી શક્યો અને અમીષા પટેલે પૈસા પાછા ન આપ્યા. હવે આ કેસમાં રાંચીની સિવિલ કોર્ટે વોરંટ ઇશ્યૂ કર્યું છે.
અમીષા પટેલ વિરુદ્ધ સમન્સ જાહેર થવા છતા તે કોર્ટમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી રહી નથી અને ન તો પોતાના વકીલને મોકલી રહી છે. એવામાં અમીષા પટેલ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં આ વોરંટ ઇશ્યૂ થયું છે. આગામી સુનાવણી 15 એપ્રિલના રોજ થશે. આ કેસ અજય કુમાર સિંહ તરફથી અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર કૃણાલ વિરુદ્ધ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચેક બાઉન્સ, છેતરપિંડી અને ધમકીની બાબતે આ કેસ નોંધાયો હતો. અજય કુમાર સિંહ વ્યવસાયે ઝારખંડના ફિલ્મ નિર્માતા છે.
શું છે કેસ?
અરગોડાના રહેવાસી અજય કુમાર સિંહે આ કેસ 17 નવેમ્બર 2018ના રોજ CJM કોર્ટમાં દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મ્યુઝિક મેકિંગના નામ પર અમીષા પટેલે અજય કુમાર સિંહ પાસેથી અઢી કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ પૈસા લીધા બાદ તે મ્યુઝિક વીડિયો ન બનાવી શકી. સાથે જ અમીષા પટેલ પર ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવાના નામ પર અજય સિંહ પાસેથી અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો પણ આરોપ છે.
જ્યારે ફિલ્મ જૂન 2018માં રીલિઝ થઈ તો અજયે અમીષા પટેલ પાસેથી પૈસા પાછા કરવાની માગ કરી હતી. ઘણી વખત વાયદા કર્યા બાદ ઓક્ટોબર 2018માં અઢી કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા જે બાઉન્સ થઈ ગયા. ત્યારબાદ અજય સિંહે રાંચી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેના પર અત્યાર સુધી સુનાવણી ચાલી રહી છે, અમીષા પટેલ કોર્ટ જતી નથી. એવામાં હાલના જજ, તારીખ પર તારીખ જ આપી રહ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે આખરે આ વખતે અમીષા પટેલ કોર્ટ પહોંચીને શું જવાબ આપે છે? તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો અમીષા જલદી જ ફિલ્મ ‘ગદર 2’માં નજરે પડવાની છે. ફિલ્મમાં એક્ટ્રેસ, સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. ફિલ્મની શૂટિંગ પૂરી થઈ ચૂકી છે. આ સમયે ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન અને એડિટિંગ સ્ટેજ પર છે. જલદી જ ફેન્સને પોતાની જોડીથી ઇમ્પ્રેસ કરવા માટે બંને સાથે સ્પોટ થશે અને ફિલ્મનું જોરદાર પ્રદર્શન કરતા પણ નજરે પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp