વીર સાવરકરના જેવો દેખાવા 4 મહિના 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પર રહ્યો હુડા, 26 કિલો..

PC: indiatoday.in

બોલિવુડની દુનિયામાં રવિવારથી એક ફિલ્મનું ટીઝર છવાયું છે. જેને દર્શકોની સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની. આ બાયોગ્રાફિકલ ડ્રામામાં રણદીપ હુડા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મના ટીઝર સાથે જ રણદીપ હુડાનો લૂક પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે એકદમ દામોદર દાસ સાવરકર જેવા લાગી રહ્યો છે અને તેને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઇ રહ્યા છે કે કેવી રીતે રણદીપ હુડા પોતાને ભૂમિકામાં ઢાળી લે છે.

આ પરફેક્ટ લૂકની પાછળ રણદીપ હુડાની મહેનત છુપાયેલી છે અને તેના માટે તેમણે 4 મહિના સુધી એક સ્ટ્રિક્ટ ડાઈટ પ્લાન ફોલો કરી. રણદીપ હુડાનો જન્મ 20 ઑગસ્ટ 1976ના રોજ રોહતકમાં થયો હતો. મોડલિંગથી કરિયરની શરૂઆત કરનારા 46 વર્ષીય એક્ટર પોતાની દરેક ભૂમિકાથી ચોંકાવે છે. તેઓ પોતાની ભૂમિકાઓ આત્મા પકડવાનો પ્રયાસ કરે છે અને આ કડીમાં લૂક પર પણ ખૂબ કામ કરે છે. આ અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ફિલ્મ ‘સરબજિત’ માટે રણદીપ હુડાએ પોતાના વજન ઓછું કરીને બધાને હેરાન કરી દીધા હતા.

હવે ફરીથી તે વીર સાવરકરના લૂકથી બધાને ઇમ્પ્રેસ કરી રહ્યો છે. ભૂમિકામાં ઢળવું કોઈ પણ એક્ટર માટે સરળ હોતું નથી. ખાસ કરીને જ્યારે રોલ મુજબ વજન ઓછું કરવાનું હોય છે તો તેની પાછળ ખૂબ મહેનત લાગે છે. ફિલ્મનું ટીઝર રીલિઝ થયા બાદ પ્રોડ્યુસર આનંદ પંડિતની સાથે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત થઈ. આ દરમિયાન આનંદે જણાવ્યું કે, કઈ રીતે રણદીપ હુડાએ 4 મહિનામાં વજન ઓછું કર્યું. આનંદનું કહેવું હતું કે રણદીપ જ્યારે ફિલ્મના સિલસિલામાં મારી પાસે આવ્યો હતો તેનું વજન 86 કિલો હતું.

એવામાં રણદીપ પોતાના પાત્રમાં ઢળવા માટે પૂરી મહેનત કરે છે. તેણે શૂટિંગ સમાપ્ત થવા સુધીના 4 મહિના સુધીમાં માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ લીધું. રણદીપે 25 કિલો વજન ઓછું કર્યું. એટલું જ નહીં રણદીપે સાવરકરનો લૂક લેવા માટે પોતાના વાળ પણ સેવ કર્યા, જેવા સાવરકર હતા. ફિલ્મ માટે રણદીપે કોઈ પ્રકારના પ્રોસ્થેટિક મેકઅપ યુઝ કર્યું નથી. તેણે ફિલ્મ માટે વીર સવારકરના પૌત્ર પાસેથી ફિલ્મને લઈને મંજૂરી લીધી હતી. ફિલ્મની શૂટિંગ મહાબલેશ્વર પાસે સ્થિત એક ગામમાં થઈ છે. ફિલ્મમાં અંકિતા લોખંડે મહત્ત્વની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મને મહેશ મંજરેકરે ડિરેક્ટ કરી છે અને તેને ઋષિ વિરમાનીએ લખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp