રણવીર સિંહના આ નિર્ણયથી નારાજ થયા હતા તેના પિતા

PC: zeenews.india.com

રણવીર સિંહ એવો સ્ટાર છે જે તેના અભિનય માટે જાણીતો છે. એક્ટર પોતાની કારકિર્દીમાં કોઈપણ પ્રકારના રિસ્ક લેવાથી ગભરાતા નથી, પરંતુ તેઓ એવી વસ્તુઓ પણ ટ્રાય કરે છે જેને કરવું કોઈ બીજા હીરો માટે અશક્ય હોય. આમ તો હવે રણવીર સિંહ  એક એવા મુકામ પર પહોંચી ગયો છે કે જેનાથી તેના માતા-પિતાને એક્ટર પર ગર્વ હશે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે રણબીરના પિતા તેનાથી નારાજ થઈ ગયા હતા અને તેની પાછળનું કારણ રણવીરનો એક નિર્ણય હતો.

 
View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh)

રણવીરના પિતા થયા હતા નારાજ

રણવીર સિંહને બોલિવુડના અગ્રણી એક્ટરોમાંના એક ગણવામાં આવે છે. તેણે હંમેશા મુશ્કેલથી મુશ્કેલ રોલને પણ ખુબ જ ઇમાનદારી સાથે  નિભાવ્યો છે એ જ કારણ છે કે વિતતા સમયની સાથે રણવીર એક મોટા સ્ટારના રૂપમાં ઊભરી આવ્યો છે. રણવીરના દરેક કાર્યમાં તેનો પરિવાર હંમેશા તેની સાથે ઊભો રહ્યો, પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે રણવીરના પિતા એક્ટરની એક જાહેરાત જોઈને ગુસ્સે થઈ ગયા હતા.

જાહેરાતને કારણે ગુસ્સે થયા હતા રણવીરના પિતા

રણવીર સિંહે ઘણીવાર એ વાતને માની છે કે તેનો તેના પિતા સાથે ખૂબ જ મજબૂત સંબંધ છે. તે ઘણી વાર કહી ચૂક્યો છે કે તેના પિતાએ તેના સારા અને ખરાબ બંને સમયમાં તેનો સાથ નથી છોડયો. જો કે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે રણવીર સિંહ સાથે તેના પિતા નારાજ થઈ ગયા હતા. વર્ષ 2014મા રણવીરે જણાવ્યું હતું કે એકવાર તેના પિતાએ તેને કહ્યું હતું કે જાહેરાતનું શૂટિંગ કરીને ઘણા મોટા સ્ટારર્સ સારા એવા પૈસાની કમાણી કરી રહ્યા છે, તું પણ આવું કેમ નથી કરતો.

રણવીર સિંહે પોતાના પિતાને કહ્યું હતું કે, યોગ્ય સમય આવવા પર તે પણ આવું કરશે. ત્યાર પછી જ્યારે તેણે પોતાના પિતાને કોન્ડમ કંપનીની એક જાહેરાત માટે આવેલી ઓફર વિશે જણાવ્યું તો તેઓ કંઈ વધુ ખુશ નહીં થયા હતા. તેમણે તે સમયે રણવીરને બસ એટલું કહ્યું હતું કે આશા છે કે તું જાણે છે કે તું શું કરી રહ્યો છે.

 
View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh)

રણવીરની આવનારી ફિલ્મો

એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ગત દિવસો દરમિયાન ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળ્યો હતો. એક્ટરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તે સિંઘમ રિટર્નમાં જોવા મળશે અને તેનું ડિરેક્શન રોહિત શેટ્ટી કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp