શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાને પોતાના પ્રેરણાસ્ત્રોત કહેતા ફસાઈ રશ્મિ દેસાઈ

PC: khabarchhe.com

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં કોઈકને કોઈક ટ્રેન્ડ ચાલતો જ રહે છે. આ ટ્રેન્ડમાં માત્ર સામાન્ય માણસો જ નહી પરંતુ સેલિબ્રિટીઓ પણ ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળે છે. હવે અત્યારે જ આવું રશ્મિ દેસાઈએ કર્યું હતું. આ અભિનેત્રીએ ટ્રેન્ડને ફોલો કરતા એક એવી રીલ બનાવી દીધી હતી, જેના કારણે તેને વારંવાર ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં હાલમાં જ રશ્મિ દેસાઈએ તેના વર્કઆઉટનો એક વીડિયો શેયર કર્યો હતો, જેને જોયા બાદ લોકોએ પોતાના મિક્સડ રિએક્શન આપવાનું શરૂ કર્યું હતું. એક તરફ જ્યાં રશ્મિ દેસાઈના ચાહકો તેના આ વીડિયોના ઉત્સાહભેર વખાણ કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક લોકો રશ્મિને ભયંકર રીતે ટ્રોલ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rashami Desai (@imrashamidesai)

આ વીડિયોને જોયા બાદ રશ્મિને ટ્રોલ કરવાવાળા તેને જાડી કહી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, શું ફાયદો થાય છે આવી ફિટનેસની રીલ બનાવવનો જ્યારે તમે પોતે જ ફિટનેસને લઈને ગંભીર નથી હોતા. તમે તો માત્ર વજન ઘટાડવામાં જ લાગ્યા હોવ છો. ત્યાં જ બીજા એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, જેનાથી તમને પ્રેરણા મળે છે તેને જોઈને જ પાતળા થઇ જાવ. તમને જણાવી દઇએ કે રશ્મિ દેસાઈ પણ બીજા બધાની જેમ જ મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીના ફિટનેસની દીવાની છે.

ઘણીવાર રશ્મિ દેસાઈએ આ વાતનો ખુલાસો કર્યો છે કે મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીના ફિટનેસથી તેને પ્રેરણા મળે છે. એટલું જ નહી પણ રશ્મિએ તેના વર્કઆઉટનો વીડિયો શેયર કરી મલાઈકા અને શિલ્પાને ટેગ કરી તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત પણ બતાવ્યા હતા. રશ્મિ દેસાઈએ વિડિયોને શેયર કરતા કેપશનમાં લખ્યું હતું કે મલાઈકા અને શિલ્પાના ફિટનેસથી તેને પ્રેરણા મળે છે. આ કંઈ પહેલીવાર નથી કે જ્યારે રશ્મિ દેસાઈને તેના વજનના કારણે ટ્રોલ થવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp