બ્રેકઅપના દુખમાંથી બહાર નીકળતા 9 વર્ષ લાગ્યા, નકલી છે દુનિયા: રતન રાજપૂત

PC: twitter.com

ટેલિવુઝન એક્ટ્રેસ રતન રાજપૂતે આજકલ ઈન્ડ્સ્ટ્રીથી દૂરી બનાવીને રાખી છે. ટીવીથી દૂર રહેની રતન બ્લોગ દ્વારા પોતાના લાઈફની અપડેટ લોકો સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા રતને વીડિયોમાં ગ્લેમર વર્લ્ડની કડવી સચ્ચાઈ જાહેર કરી હતી. જ્યારે હવે એક ઈન્ટરવ્યુમાં રતન રાજપૂતે એક્ટર્સની સ્ટ્રેસફુલ વર્કલાઈફ અને પોતાના બ્રેકઅપ પર વાત કરી છે. રતન રાજપૂત ઈન્ડ્સ્ટ્રીની ટેલેન્ટેડ અને બેબાક એક્ટ્રેસમાંની એક છે.

રતન પોતાના વીડિયોઝમાં ઘણી વખત ગંભીર મુદ્દાઓ પર વાત કરતી જોવા મળી છે. જ્યારે હવે ફરીથી એક વખત ફરીથી રતને લાઈફની કડવી સચ્ચાઈ દુનિયાની સામે રાખી છે. બોમ્બે ટાઈમ્સને આપેવા ઈન્ટરવ્યુમાં રતન કહે છે- મને લાગે છે કે આ દુનિયા દિવસે દિવસે એકલી થતી જઈ રહી છે. જ્યારે કોઈ સુસાઈડ કરીને પોતાની લાઈફ ખતમ કરી લે છે, તો સોશિયલ મીડિયા પર RIP સંદેશ લખે છે. એવું જતાવે છે કે તેઓ તે વ્યક્તિની ઘણી નજીક હતા.

મારો સવાલ એ છે કે જ્યારે તે વ્યક્તિ ડિપ્રેશનમાં હતો, ત્યારે તમે ક્યાં હતા. જ્યારે લોકો ડિપ્રેશનમાં હોય છે, તો કોઈ આસપાસ જોવા નથી મળતું. પરંતુ તમે કોઈના મિત્ર છો, તો તેને દિલ ખોલીને વાત કરો. ન કે તેમના મર્યા પછી તેમને યાદ કરો. રતન કહે છે કે દરેક એક્ટર એક તનાવપૂર્ણ સ્થિતિમાંથી પસાર થાય છે. રતન પણ આ સમયમાંથી પસાર થઈ ચૂકી છે. રતન કહે છે કે હું થોડા સમય માટે રિલેશનમાં હતી. થોડા સમય પછી બ્રેકઅપ થઈ ગયું હતું. તેમાંથી બહાર નીકળવા માટે મને 9 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

રતનું માનવું છે કે બ્રેકઅપનું દર્દ આર્થિક પરેશાનીથી પણ વધારે હોય છે. જ્યારે કોઈનું દિલ તૂટી જાય છે તો તેની સાથે ડીલ કરવું ઘણું મુશ્કેલ હોય છે. ઈન્ટરવ્યુમાં રતને તુનિશાના સુસાઈડ પર પણ દુખ જતાવ્યું હતું.  હાલમાં જ રતન રાજપૂતે એક નવો વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોમાં રતને ગ્લેમર વર્લ્ડની સચ્ચાઈ બતાવી છે. રતન કહે છે કે, ઈન્ડ્સ્ટ્રીમાં લોકો પાસે ઘરના ભાડા ચૂકવવા માટેના પૈસા નથી હોતા પરંતુ તેમણે પાર્ટીઓ કરવી હોય છે. દેખાડાના કારણે લોકો પોતાની લાઈફ બરબાદ કરી દે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp