ભારત રૂઢિવાદી બની રહ્યો છે, 21મી સદીમાં મહિલાઓ માટે કંઈ નથી બદલાયુઃ રત્ના પાઠક
એક્ટ્રેસ અને નસીરુદ્દીન શાહની પત્ની રત્ના પાઠક શાહ સામાન્યરીતે વિવાદો અને વિવાદિત નિવેદનોથી દૂર રહે છે, પરંતુ સમય આવ્યે પોતાના વિચારો રજૂ કરવાથી પાછળ નથી હટતી. ફિલ્મી પડદા પર ઘણા મજબૂત કેરેક્ટર્સમાં દેખાયેલી રત્ના પાઠક શાહે હવે દેશની પરિસ્થિતિ અને મહિલાઓને લઈને એક એવુ નિવેદન આપ્યું છે, જેની ચારેબાજુએ ચર્ચા થઈ રહી છે. રત્ના પાઠક શાહે કહ્યું છે કે, દેશમાં મહિલાઓ માટે હજુ પણ કંઈ જ નથી બદલાયુ અને દેશ રૂઢિવાદી બનતો જઈ રહ્યો છે. રત્ના પાઠકે સવાલ પૂછ્યો છે કે શું આપણે સાઉદી અરબ જેવો દેશ બનવા માંગીએ છીએ?
બોલિવુડ એક્ટ્રેસ રત્ના પાઠક શાહે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આજના સમયમાં પણ મહિલાઓ માટે કંઈ જ નથી બદલાયુ. તેનું કહેવુ છે કે, લોકો વધુ અંધવિશ્વાસી બની ગયા છે અને ધર્મને જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બનાવવા માટે ફોર્સ કરવામાં આવે છે. ભારત ખૂબ જ વધુ રૂઢિવાદી બનતો જઈ રહ્યો છે. તેનું કહેવુ છે કે, આજે 21મી સદીમાં પણ મહિલાઓ સદીઓ જૂની પરંપરાઓનું પાલન કરી રહી છે.
હાલમાં જ પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રત્ના પાઠકે કહ્યું હતું કે, આજકાલ દરેક વ્યક્તિ રૂઢિવાદી સમાજ બનાવવા તરફ આગળ વધી રહી છે. તેનું કહેવુ છે કે, રૂઢિવાદી સમાજ સૌથી પહેલા પોતાની મહિલાઓ પર જ શિકંજો કસે છે. જો તમે દુનિયાના કોઈપણ રૂઢિવાદી સમાજને જોશો તો તેમા સૌથી વધુ મહિલાઓ જ પ્રભાવિત થઈ છે. રત્નાએ વાત કરતા કહ્યું કે, થોડાં સમય પહેલા મને કોઈકે પૂછ્યું કે શું તમે કરવા ચોથનું વ્રત નથી રાખતા? તેના પર મેં કહ્યું, શું હું પાગલ છું? શું એ ડરાવનારું નથી કે આજની ભણેલી-ગણેલી મહિલાઓ પણ કરવા ચોથ કરે છે અને પોતાના પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. 21મી સદીમાં પણ આપણે આવી વાતો કરીએ છીએ અને ભણેલી-ગણેલી મહિલાઓ આવુ કરી રહી છે.
રત્નાએ આગળ સાઉદી અરબનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, શું મહિલાઓ માટે ત્યાં કોઈ સ્કોપ છે? શું આપણે સાઉદી અરબ જેવા બનવા માંગીએ છીએ? અને આપણે બની જઈશું કારણ કે, તે ખૂબ જ સરળ છે. મહિલાઓ ઘરની અંદર કોઈપણ પ્રકારના અવેજ વિના કામ કરે છે. આ સ્થિતિ માટે મહિલાઓને મજબૂર કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp