અક્ષય સાથે તૂટેલી સગાઈ પર રવીના પહેલીવાર બોલી, કહ્યું- મગજમાં એક વાત હજુ પણ...

PC: zee5.com

અમિતાભ બચ્ચન જયા બચ્ચનથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણી સુધી બોલિવુડના ઘણા કલાકારોને ઓન સ્ક્રીન રોમાન્સ કરતા-કરતા પોતાના કો-એક્ટર સાથે પ્રેમ થઈ ગયો. આ કપલ્સે લગ્ન કર્યા અને સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમ ખાધી. પરંતુ, ઘણીવાર જોડીઓ લગ્નની મંઝીલ સુધી પહોંચતા પહેલા જ તૂટી જાય છે. એક એવી જ જોડી હતી અક્ષય કુમાર અને રવીના ટંડનની જે લગ્ન પહેલા જ તૂટી ગઈ. ઘણા વર્ષો પહેલા આ જોડી તૂટી ગઈ હતી, ત્યારબાદ હવે રવીનાએ પોતાના આ બ્રેકઅપને લઈને પહેલીવાર વાત કરી છે. તેણે કહ્યું કે, તેના મગજમાં એક વાત હજુ પણ અટકી ગઈ છે.

અક્ષય કુમાર અને રવીના ટંડનની લવસ્ટોરીની શરૂઆત તેમની ફિલ્મ ‘મોહરા’ના સેટ પર 1994માં થઈ હતી. બંને એકબીજાના ફ્રેન્ડ બન્યા અને પછી ફ્રેન્ડશિપ પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યારબાદ આ કપલે સગાઈ પણ કરી લીધી. પરંતુ, સગાઈ તૂટી ગઈ અને કપલ અલગ થઈ ગયું. ત્યારબાદ ઘણીવાર આ સ્ટાર બ્રેકઅપ પર ઘણી અલગ-અલગ ગોસિપ સામે આવી ચુકી છે. પરંતુ, આ બંને સ્ટાર્સે આ અંગે અત્યારસુધી કંઈ કહ્યું નથી. દરમિયાન હવે રવીનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, એક વાત તેના મગજમાં અટકી ગઈ છે. રવીનાએ કહ્યું કે, મને સમજાતું નથી કે લોકો તેમની તૂટી ગયેલી સગાઈ પર હજુ પણ શા માટે ચિપક્યા છે? આગળ કેમ નથી વધતા?

ANI પોડકાસ્ટ શોમાં રવીના ટંડને આ અંગે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે, વર્ષો બાદ પણ આ બાબત ગૂગલ પર સામે આવી જાય છે, તે પણ એ રીતે જાણે આ સગાઈમાં જે પણ લોકો સામેલ હતા તેમની વચ્ચે કોઈ મોટો વિવાદ ઊભો થયો હોય. એકવાર જ્યારે હું તેમના (અક્ષય)ના જીવનમાંથી બહાર નીકળી આવી અને હું કોઈ અન્યને ડેટ કરી રહી હતી અને તેઓ પણ કોઈ અન્યને ડેટ કરવા માંડ્યા હતા. તો પછી ક્યાંથી ઈર્ષ્યા આવશે?

આ મામલામાં વાત કરતા રવીનાએ આગળ કહ્યું કે, તે એ વાત ભૂલી ચુકી છે કે તેની ક્યારેય અક્ષય કુમાર સાથે સગાઈ થઈ હતી. રવીનાએ કહ્યું કે, આ દુનિયામાં લોકો લગ્ન બાદ પણ મુવ ઓન કરે છે, તો મારી સગાઈ વર્ષો બાદ પણ ચર્ચામાં શા માટે છવાયેલી રહે છે. રવીનાને એ વાતથી આશ્ચર્ય છે કે, તે તો આ બધા બાદ જીવનમાં આગળ વધી ગઈ પરંતુ, લોકો શા માટે હજુ પણ તેમની તૂટી ગયેલી સગાઈને લઈને બેઠા છે.

ઉલ્લેખનીય છે કે, રવીના અને અક્ષય કુમાર બંને પોતપોતાના પરિવારોની સાથે ખુશ છે. અક્ષયે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. જ્યારે, રવીનાએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp