અગ્નિવીર બની આર્મીમાં સામેલ થઈ રવિ કિશનની દીકરી ઇશિતા, બીજી દીકરી બની અભિનેત્રી
અભિનેતામાંથી નેતા બનેલા રવિ કિશનની દીકરી ઇશિતા શુક્લા અગ્નિવીર યોજના અંતર્ગત રક્ષા દળોનો હિસ્સો બની ચુકી છે. તે ભારત સરકારની અગ્નિવીર યોજના અંતર્ગત ડિફેન્સ ફોર્સમાં સામેલ થઈ ગઈ છે. આ સમાચાર બાદ તમામ ફેન્સ અને સેલેબ્સ રવિ કિશનને શુભકામનાઓ આપી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ એક સ્ટાર કિડના રિયલ હીરો બનવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
અગ્નિવીર યોજના ભારતીય નાગરિકો માટે એક સેના ભર્તી કાર્યક્રમ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સેના, નૌસેના અને વાયુ સેના માટે કર્મીઓની ભરતી કરવાનો છે અને યુવાઓને ચાર વર્ષની અવધિ માટે સશસ્ત્ર બળોમાં સેવા કરવાની પરવાનગી આપે છે. આ વર્ષની શરૂઆતમાં રવિ કિશને પોતાની દીકરીના ડિફેન્સ ફોર્સમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસ પરેડ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું કે, ઇશિતા દિલ્હી નિદેશાલયની સેવન ગર્લ્સ બટાલિયનની કેડેટનો હિસ્સો હતી, જેણે એ જ દિવસે પરેડમાં ભાગ લીધો હતો.
જણાવી દઇએ કે, રવિ કિશને દીકરી ઇશિતાની આ ઉપલબ્ધિને લઇને ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે. ઇશિતા માત્ર 21 વર્ષની છે. ઇશિતા NCCમાં કેડેટ રહી ચુકી છે. તેને વર્ષ 2022માં NCC ના ADG એવોર્ડ ઓફ એક્સીલેન્સથી સન્માનિત કરવામાં આવી હતી. તેને કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે બેસ્ટ કેડેટનો પુરસ્કાર આપ્યો હતો.
સ્ટાર કિડ હોવા છતા પોતાના માટે એક અલગ કરિયરનો રસ્તો પસંદ કરવા બદલ નેટિજન્સ ઇશિતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ભગવાનનો આભાર છે, કેટલાક અભિનેતાઓના બાળકોમાં હજુ પણ અભિનય અથવા ફિલ્મ ઉદ્યોગમાં આગળ ન વધવાની સમજ છે. તેમને શુભકામનાઓ. આર. માધવનનો દીકરો પણ ખૂબ જ હોશિયાર છે અને માધુરી દીક્ષિતનો દીકરો પણ. એક અન્યએ કહ્યું, મને લાગે છે કે તેઓ પહેલા રાજનેતા છે, જેમની દીકરી રક્ષા બલમાં સામેલ થઇને દેશની સેવા કરશે. ભારત બદલાઈ રહ્યો છે. એક અન્ય યુઝરે કહ્યું- આખરે રાજનેતાના બાળકોને પહેલીવાર ડિફેન્સમાં જતા જોઈ રહ્યો છું.
ઇશિતા શુક્લા ઉપરાંત રવિ કિશનના ત્રણ અન્ય બાળકો છે- રીવા, તનિષ્ક અને સક્ષમ. તેમાંથી રીવા પોતાના પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનાવવા માંગે છે. તેણે ફિલ્મ નિર્માણ અને અભિનયમાં પોતાનું પ્રશિક્ષણ લીધુ છે. ડાન્સમાં નિપુણ રીવાએ અમેરિકામાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યો છે. તે આશરે એક વર્ષ સુધી નસીરુદ્દીન શાહના પ્લે ગ્રુપનો હિસ્સો રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp