‘આર્યા-3’ સીરિઝ જોતા પહેલા આ રિવ્યૂ વાંચી લો, સુસ્મિતાની એક્ટિંગ જોરદાર, પણ...

વર્ષ 2020ના સમયગળામાં OTT (Over the Top) પ્લેટફોર્મ પર અનેક વેબસીરિઝોએ લોકોનું મનોરંજન કર્યું. આ દરમિયાન બોલિવુડ અભિનેત્રી સુસ્મિતા સેનએ પણ ‘આર્યા’થી ડેબ્યૂ કર્યું હતું.
સીરિઝની વાર્તા અસરદાર હતી, એનાથી પણ અસરદાર અભિનય હતો.એટલા માટે ડિસેમ્બર 2021માં ‘આર્યા-2’ સીરિઝ આવી. હવે 3 નવેમ્બરથી આર્યાની ત્રીજી સિઝન પણ આવી ગઇ છે. સીરિઝ જોતા પહેલાં તેની સ્ટોરી શું છે તે જાણી લો.
‘આર્યા’ની સિઝન-3ની સ્ટોરી ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં તેની સિઝન -2 પુરી થઇ હતી. સુસ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં છે અને આર્યાનો રોલ ભજવી રહી છે. આર્યા એક સાધારણ મહિલામાંથી ડોન બની ચૂકી છે. એવી ડોન જે ડ્રગ્સના બિઝનેસમાંથી તેના સંતાનોની શ્રેષ્ઠ જિંદગી બનાવવા માંગે છે.આર્યા હવે પહેલા કરતા વધારે શક્તિશાળી બની ચૂકી છે. તે માત્ર બિઝનેસ જ સારી રીતે નથી ચલાવી રહી, બલ્કે તે ગેરકાયદે ધંધો કરનારા લોકો સાથે ડીલ કરવાનું પણ જાણે છે.
આર્યાએ હજુ તો આગળ વધવાની શરૂઆત જ કરી છે ત્યાં તેની જિંદગીમાં સૂરજ (ઇન્દ્રનીલ સેનગુપ્તા) નામની વ્યક્તિની એન્ટ્રી થાય છે. સૂરજ તેની પત્ની નંદિનીની હત્યાનો બદલો લેવા ભારત આવ્યો છે. સુરજ આર્યનો નાશ કરવા માટે દરેક વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છે, જેમાં સમા, દામ, દંડ-ભીડનો સમાવેશ થાય છે. સૂરજ આર્યને બરબાદ કરવા માટે શામ-દામ દંડ-ભેદ બધા હઠકંડા અપનાવી રહ્યો છે. સૂરજ તેના ઇરાદામાં સફળ થશે? એના માટે તમારે સીરિઝ જોવી પડે.
આર્યા-2માં આર્યાની બદલાતી જિંદગી વિશે બતાવવામાં આવ્યું હતું. જ્યાં સ્ટોરી ખતમ થઇ ગઇ તેને આગળ વધારવાની જરૂરત જ નહોતી. શું કામ જબરદસ્તીથી સ્ટોરીને ખેંચવામાં આવી રહી છે તે સમજ નથી પડતી. વેબ શોના ત્રીજા પાર્ટમાં કોઇ સસ્પેન્સ નથી. સીરિઝ જોતા એવું લાગે કે નવરાશનો સમય હતો અને એક વેબ સીરિઝ બનાવવી હતી તો આર્યા-3 બનાવી દીધી.
એ વાત સાચી કે આર્યા-3ની સ્ટોરીમાં કોઇ દમ નથી અને દિગ્દર્શન પણ ખાસ્સું નબળું રહ્યું. ઘણા એક્શન સીન તદ્દન નકલી લાગે છે. અર્થાત્ ગોળીઓ વરસી રહી છે, લોકો એક પછી એક મરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન સુપરવુમન આર્યા બચી ગઈ છે. આવું ક્યાંય થાય છે? ભલે તે થાય, ઓછામાં ઓછું સ્ક્રીન પર તેને યોગ્ય રીતે બતાવવાની જરૂર હતી. આ સિવાય સીરિઝના ડાયલોગ્સ એકદમ નબળા છે.
જો તમે આર્યાની પહેલી બે સિઝન જોઇ હોય તો તમે આર્યા-3 જોઇ શકો છો. અગાઉની સિઝન ન પણ જોઇ હોય તો વાંધો નહીં, સિઝનની શરૂઆતમાં બંને સિઝનની વાર્તા બતાવી દેવામાં આવે છે. સીરિઝ જોવાનું મુખ્ય કારણ સુસ્મિતા સેન છે. જો તમે સેનના ફેન છો જો તમારે આ સીરિઝ જોવી જોઇએ. આર્યના 3ના અત્યાર સુધીમાં 4 એપિસોડ રીલિઝ થયા છે. બાકીના એપિસોડ માટે રાહ જોવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp