જાણીતા શાયર મુનવ્વર રાણાનું સ્વાસ્થ્ય બગડ્યું, વેન્ટિલેટર સપોર્ટ પર

PC: primetvindia.com

જાણીતા શાયર મુનવ્વર રાણાનું સ્વાસ્થ્ય બગડતા તેમને લખનૌની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્યારબાદ તેમના પિત્તાશયનું ઓપરેશન પણ થયું હતું. જો કે, ઓપરેશનના 36 કલાકથી વધુ સમય પસાર થયા બાદ પણ તેમને અત્યાર સુધી હોશ આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મુનવ્વર રાણાના શરીરમાં સંક્રમણ પૂરી રીતે ફેલાઈ ચૂક્યું છે, જેને નિયંત્રિત કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

મુનવ્વર રાણાના હૉસ્પિટલમાં કેટલાક ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા છે. તેમના પરિવારજનો પણ આ સમયે હૉસ્પિટલમાં ઉપસ્થિત છે. મુનવ્વર રાણાનું પહેલાથી જ ડાયાલિસિસ ચાલી રહ્યું હતું. ડૉક્ટરોએ સીટી સ્કેન કરાવ્યું અને તેમના પિત્તશાયમાં કેટલીક ગરબડીઓ જોવા મળી. ત્યારબાદ તેનું ઓપરેશન કરાવવામાં આવ્યું. આ વાતની જાણકારી તેમની દીકરી સુમૈયા રાણાએ ગત 25 માર્ચના રોજ આપી હતી. તેમણે વીડિયો શેર કરીને લોકોને અપીલ કરી હતી કે તેમના પિતા માટે પ્રાર્થના કરે, જેથી તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે.

કોણ છે મુનવ્વર રાણા?

મુનવ્વર રાણા ભારતમાં એક પ્રસિદ્ધ ઉર્દૂ કવિ છે અને તેમના દ્વારા ઘણી ગઝલો પણ લખવામાં આવી છે. તેમણે ઉર્દૂ સાહિત્ય માટે વર્ષ 2014માં સાહિત્ય અકાદમી એવોર્ડ સરકારને પાછો આપી દીધો હતો. સાથે જ તેમણે પ્રણ લીધા હતા કે દેશની વધતી અસહિષ્ણુતાના કારણે ક્યારેય સરકારી પુરસ્કારને સ્વીકાર નહીં કરે. તેઓ ઉત્તર પ્રદેશના ઘટનાક્રમોમાં પણ ભૂમિકા નિભાવે છે. એટલું જ નહીં, તેમની દીકરી સુમૈયા રાણા સમાજવાદી પાર્ટી (SP)ના સભ્ય પણ છે.

મુનવ્વર રાણાએ ઘણી વખત એવા નિવેદન આપ્યા છે જેના કારણે તેઓ ઘણી વખત ચર્ચાનો વિષય બની રહ્યા છે. તેમને તાલિબાનનો પક્ષ લેવા અને મહર્ષિ વાલ્મીકિ સાથે તેની તુલના કરવાને લઈને સખત નિંદાનો શિકાર થવું પડ્યું હતું. તો વર્ષ 2020માં પેરિસમાં પયગંબર મોહમ્મદના વિવાદને લઈને માર્યા ગયેલા સેમ્યુઅલ પેટીની હત્યાનું સમર્થન કરવા માટે પણ તેમની સખત નિંદા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp