સુશાંતના મર્ડર મિસ્ટ્રીના દાવા બાદ રિયા ચક્રવર્તીએ લખી પોસ્ટ,શું છે તેનો અર્થ

PC: zeenews.india.com

સુશાંત સિંહ રાજપૂતના કેસે ફરી એકવાર નવો વળાંક લીધો છે. આ કિસ્સામાં, જે વ્યક્તિનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું તે રિયા ચક્રવર્તી છે. મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી પર સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ લાગ્યો હતો. આ માટે તેને જેલમાં પણ જવું પડ્યું હતું. હવે તાજેતરમાં સુશાંત કેસમાં એક નવો ખુલાસો થયો છે કે એક મોર્ચરી ઈન્ચાર્જનું કહેવું છે કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યા નથી. આ સમાચાર બાદ સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. હવે રિયા ચક્રવર્તીએ એક પોસ્ટ શેર કરી છે જેના પર લોકોએ નિશાન સાધવાનું શરૂ કર્યું છે.

આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર સુશાંતનો ટ્રેન્ડ શરૂ થયો અને ફરી એકવાર બોલિવૂડ ટ્રોલ્સના નિશાના પર આવી ગયા. આ દરમિયાન યુઝર્સે રિયાની એક પોસ્ટના યુઝર્સે અલગ અલગ અર્થ કાઢવાનું શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે લોકોનું કહેવું છે કે આ દાવા પછી રિયા ચક્રવર્તી તણાવમાં આવી ગઈ છે.

તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં થોડા સમય પહેલા એક ક્રિપ્ટિક નોટ શેર કરી હતી. જે વાંચીને એવું લાગ્યું કે તે કોઈ વાતને લઈને ખૂબ જ ટેન્શનમાં છે. તેણે આ પોસ્ટ સુશાંત સિંહ રાજપૂતની હત્યાનો દાવો કર્યા બાદ જ શેર કરી હતી. રિયાએ પોસ્ટમાં લખ્યું છે કે, 'તમે આગ પર ચાલ્યા છો અને પૂરમાંથી બચી ગયા છો, તો આ યાદ રાખો કે જ્યારે પણ આગલી વખતે તમને તમારી તાકાત પર શંકા થાય.'

14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના ફ્લેટના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને તેનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં સીલિંગ ફેન સાથે લટકતો મળી આવ્યો હતો. અભિનેતાની નજીકના લોકોને તેની હત્યાની શંકા હતી, જેમા તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ પણ શામેલ હતુ. આ કેસની તપાસ અનેક એંગલથી શરૂ થઈ અને અંતે તપાસ રિપોર્ટમાં તેમના મૃત્યુને આત્મહત્યા ગણાવવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp