26th January selfie contest

દુનિયાના સૌથી ધનવાન એક્ટર્સમાં સામેલ જેકીની દીકરી પાસે રહેવા માટે નથી ઘર

PC: malaymail.com

હાલમાં જ દુનિયાના સૌથી ધનવાન એક્ટર્સનું એક લિસ્ટ આવ્યું. તેની ચર્ચા એટલા માટે થઈ કારણ કે, ઈન્ડિયન સુપરસ્ટાર શાહરૂખ ખાન આ લિસ્ટમાં ટોમ ક્રૂઝ અને જ્યોર્જ ક્લૂની જેવા હોલિવુડ સ્ટાર્સ કરતા પણ ઉપર હતો. એશિયાના એક્ટર્સમાં આ લિસ્ટમાં શાહરૂખ ખાન ઉપરાંત બીજું નામ જેકી ચેનનું છે. દુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન એક્ટર, જેકી ચેનની પાસે આશરે 520 મિલિયન ડૉલરની સંપત્તિ જણાવવામાં આવી છે. જેકીની ઈમેજની વાત કરીએ તો જનતા તેને દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

લોકો તેને ખૂબ જ સ્વીટ અને સારા વર્તનવાળા વ્યક્તિ માને છે. પરંતુ, જેકીની લાઈફમાં પણ એક એવું પહેલું છે, જેના વિશે તે વધુ વાત કરવાની પસંદ નથી કરતા. જે છે જેકીનું વિવાદિત એક્સ્ટ્રા મેરિટલ અફેર અને આ રિલેશનશિપ દ્વાર જન્મેલી તેમની દીકરી એટા એનજી. ઓફિશિયલી જેકીએ જોઆન લિન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન દ્વારા તેમનો એક દીકરો છે જેનું નામ જેસી ચેન છે.

જેકીના બંને બાળકોની હાલત એકબીજા કરતા એકદમ ઉલટ છે. જોકે, જેકીએ કહ્યું હતું કે તે પોતાની સંપત્તિમાંથી દીકરાને હિસ્સો નથી આપવાના પરંતુ, જેસી પોતાના પ્રખ્યાત પેરેન્ટ્સ સાથે મોટો થયો છે. તેણે ધનવાન દીકરાવાળી લાઈફસ્ટાઈલ જોઈ છે, જેમા લક્ઝરી ગાડીઓ અને ઘર સામેલ છે. જ્યારે, બીજી તરફ એટાની હાલત ખૂબ જ ખરાબ છે અને તે પોતાની ગરીબી માટે ચર્ચામાં રહી છે.

1982માં જેકીએ તાઈવાની એક્ટ્રેસ જોઆન લિન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, 90ના વર્ષમાં તેમના જીવનનું એક એવુ સ્કેન્ડલ બહાર આવ્યું જેણે દુનિયાભરમાં તેમના ફેન્સને ચોંકાવી દીધા. જેકીએ પોતે એ સ્વીકાર્યું કે પોતાનાથી 19 વર્ષ નાની, મિસ એશિયા રહેલી એલેન એનજી સાથે તેનું એક્સ્ટ્રા-મેરિટલ અફેર હતું. 1999માં જેકીએ પબ્લિકની સામે આ વાત કબૂલી કે એલેન, જેકીની દીકરી એટા સાથે પ્રેગ્નેન્ટ હતી.

રિપોર્ટ્સ અનુસાર, જેકીને જેવી એલેનની પ્રેગ્નેન્સી વિશે જાણકારી મળી, તે આ સંબંધથી અલગ થઈ ગયા. આથી, એટા જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે તેને તેના પિતા વિશે કોઈ જાણકારી ન હતી અને તેણે ક્યારેય પોતાના પિતાની સરનેમનો પણ ઉપયોગ નથી કર્યો. એટાની માતા એલેને એકવાર કહ્યું હતું કે, તે પોતાની દીકરીને એકલી મોટી કરી લેશે અને તેને ચેનની સંપત્તિમાંથી કંઈ ના જોઈએ. 2015માં એટાએ બ્રિટિશ મીડિયાને કહ્યું હતું કે, હું મારા પિતાથી ગુસ્સે નથી અને હું ક્યારેય તેમને જોવા પણ નથી માંગતી.

2017માં એટાએ ખુલાસો કર્યો કે તે લેસ્બિયન છે અને બીજા વર્ષે તેણે કેનેડાની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, એન્ડી ઓટમ સાથે લગ્ન પણ કરી લીધા. જેકી ચેનના ફેન્સ ત્યારે દંગ રહી ગયા હતા જ્યારે લગ્ન પહેલા એટા અને એન્ડીએ યૂટ્યૂબ પર એક શોકિંગ વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં બંનેએ દાવો કર્યો કે, હોમોફોબિક પેરેન્ટ્સના કારણે તેઓ બેઘર થઈ ગયા છે અને એક પુલની નીચે રહેવા માટે મજબૂર છે. વીડિયોમાં એટાએ કહ્યું, મને નથી સમજાઈ રહ્યું કે શું ચાલી રહ્યું છે. કારણ કે, અમે પોલીસમાં ગયા, હોસ્પિટલમાં ગયા, ફૂડ બેંક ગયા, LGBTQ+ના શેલ્ટર્સમાં ગયા અને કોઈને પણ કોઈ ફરક ના પડ્યો. આ વીડિયો હવે ડીલિટ થઈ ચુક્યો છે. આ પહેલા ચાઈનીઝ સુપર માર્કેટમાં એટા કેશિયરને એવુ કહી રહી હતી કે હું મારા પિતાને શોધવા માંગુ છું.

જ્યારે એટાનો વીડિયો સામે આવ્યો તો તેની મમ્મી એલેને તેના પર રિએક્શન આપતા કહ્યું, એટા અને એન્ડીએ જેકી ચેન તરફ ઈશારો કરવાને બદલે પોતાના જીવનને ચલાવવા માટે કમાવાનું શરૂ કરી દેવુ જોઈએ. તેણે કહ્યું- મને લાગે છે કે જો તેમની પાસે પૈસા નથી તો તેમણે જઈને કામ શોધવુ જોઈએ. તેમણે એવુ જણાવતા વીડિયો ના બનાવવો જોઈએ કે તેઓ ગરીબ છે અને એટાના પિતા કોણ છે. સમગ્ર દુનિયામાં લોકો સખત મહેનત કરે છે અને પૈસા માટે કોઈ અન્ય પર નિર્ભર નથી રહેતા.

2018માં સમાચાર આવ્યા કે એટા અને એન્ડીને હોસ્ટેલનું ભાડું ન ભરી શકવાના કારણે બહાર કાઢી મુકવામાં આવી છે. તે હોંગકોંગની એક હોસ્ટેલમાં રહેતી હતી, જ્યાં તેણે 250 ડૉલર રેન્ટ આપવાનું હતું. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, ત્યારબાદ આ કપલ કેનેડા ચાલ્યું ગયું જ્યાં એટા, ચાઈનાટાઉનમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરી રહી હતી. પરંતુ, તેની હાલતમાં હજુ પણ કોઈ સુધાર થયો નહોતો. એ પણ સામે આવ્યું કે દેશ બદલતા પહેલા એટાએ અભ્યાસ પણ છોડી દીધો હતો કારણ કે તેની માતા સાથે તેનો સંબંધ ખરાબ ચાલી રહ્યો હતો. રિપોર્ટ્સમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે, એટાએ 2015માં પોતાની માતા એલન પર એક પોલીસ રિપોર્ટ દાખલ કરાવ્યો હતો અને ચાઈલ્ડ અબ્યૂઝનો આરોપ લગાવ્યો હતો. એટાએ બાદમાં એ કન્ફેશન કર્યું હતું કે તેની માતા ચેન સ્મોકર છે અને ખૂબ જ ડ્રિંક કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp