ઈન્ડિયન આઈડલની 13મી સિઝનનો વિજેતા બન્યો અયોધ્યાનો ઋષિ સિંહ, પૈસાનો થયો વરસાદ

PC: hindi.news18.com

TV ઈન્ડસ્ટ્રીના ફેમસ સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 13'ને તેનો વિનર મળી ગયો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યાના ઋષિ સિંહે આ વખતે ઝળહળતી ટ્રોફી જીતી છે. ઋષિ સિંહે ગુજરાતના શિવમ શાહ, જમ્મુના ચિરાગ કોટવાલ અને બંગાળના બિદિપ્તા ચક્રવર્તી, દેબાસ્મિતા રોય, સોનાક્ષીને હરાવીને આ ટ્રોફી કબ્જે કરી હતી. ઋષિ સિંહના ફેન્સ માત્ર ઈન્ડિયન આઈડલના દર્શકો જ નથી પણ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પણ છે. પ્રશંસકોને ઋષિના અવાજમાં અરિજીત સિંહ જેવી જ વાત નજર આવે છે.

 

શ્રી રામના શહેર અયોધ્યાના ઋષિ સિંહને 25 લાખ રૂપિયાનો ચેક અને 'ઈન્ડિયન આઈડલ 13'ની ચમકતી ટ્રોફી સાથે એક કાર મળી હતી. 'ઇન્ડિયન આઇડલ 13' જીતનાર ઋષિ સિંહ પોતાના માતા-પિતાને ભગવાનની જેમ પૂજે છે. વાસ્તવમાં ઋષિ સિંહે કહ્યું હતું કે, તેના માતા-પિતાએ તેને દત્તક લીધો છે. તમને ઋષિ સિંહના ફેન ફોલોઈંગનો અંદાજ એ વાત પરથી લાગી શકે છે કે ઋષિ સિંહ એ 255 લોકોમાંથી એક છે જેને વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. ઉત્તર પ્રદેશના અયોધ્યાથી આવેલા ઋષિ સિંહ પણ સતત સોશિયલ મીડિયા પર ટ્રેડિંગમાં સામેલ હતા, ત્યાર બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે, તે આ વખતે ટ્રોફી જીતવા જઈ રહ્યો છે.

માધુરી દીક્ષિત, કુમાર સાનુ, અબ્બાસ-મસ્તાન જેવા સ્ટાર્સને પણ ઋષિ સિંહનું ગાયન ગમે છે, જે 'ઈન્ડિયન આઈડલ 13'ના ઓડિશન રાઉન્ડથી બધા જજના ફેવરિટ બની ગયા છે અને સોશિયલ મીડિયા પર વખાણ પણ કર્યા છે. 'ઈન્ડિયન આઈડલ 13'ના વિજેતા ઋષિ સિંહ છે, જ્યારે દેબાસ્મિતા રોય અને ચિરાગ કોટવાલ પ્રથમ અને બીજા રનર્સ અપ હતા.

 

'ઈન્ડિયન આઈડલ 13'ના વિજેતા બનેલા ઋષિ સિંહે ભારે ભીડની વચ્ચે સભામાં કહ્યું હતું કે, શોમાં આવ્યા પછી તેને ખબર પડી કે, તે તેના માતા-પિતાનું લોહી નથી. ઋષિએ કહ્યું કે, જો મારા આ માતા-પિતાએ તેનો ઉછેર ન કર્યો હોત તો તે ક્યાંક સડી રહ્યો હોતે. પોતાના માતા-પિતાની માફી માંગતી વખતે ઋષિ સિંહે તેમને આજ સુધી કરેલી તમામ ભૂલો માટે તેમને માફ કરવા કહ્યું. આ કહેતી વખતે તે સતત રડતો રહ્યો અને અંતે તેણે તેની સામે બેઠેલા માતા-પિતાના ચરણોમાં માથું મૂકી દીધું. ઋષિ સિંહની આ દર્દનાક વાર્તા સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp