ડિરેક્ટર રોહિત શેટ્ટીના મતે આ ફિલ્મ બનાવવી તેની ભૂલ હતી

PC: indianexpress.com

‘ખતરો કે ખિલાડી 13’ શૉ આગામી 15 જુલાઈથી કલર્સ ચેનલ પર દસ્તક દેવા જઈ રહ્યો છે. ફરી એક વખત આ રિયાલિટી શૉના હોસ્ટ તરીકે નિર્માતા ડિરેક્ટર રોહિત શેટ્ટી કરતો નજરે પડવાનો છે. રોહિત શેટ્ટી આ નવી સીઝનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેને આશા છે કે આ સીઝન પણ દર્શકોને ખૂબ પસંદ આવશે. સફળતા-નિષ્ફળતા બાબતે વાત કરતા રોહિત શેટ્ટી પોતાની પાછલી ફિલ્મ ‘સર્કસ’ની નિષ્ફળતાની જવાબદારી લેતા કહે છે કે “તે મારી ભૂલ હતી, અમારા જે દર્શક રહ્યા છે, હકીકતમાં દર્શક તો એ જ હતા, જેમણે અમને હંમેશાં એટલો પ્રેમ આપ્યો. પરંતુ આ વખત તેમણે અમને નકારી દીધા કેમ કે ક્યાંક ને ક્યાંક એ ફિલ્મ સાથે અમે ખોટા ગયા હતા.”

રોહિત શેટ્ટીએ કહ્યું કે, અમે એ મહામારીમાં નાના ક્રૂ સાથે ફિલ્મ બનાવી હતી કેમ કે સૂર્યવંશી રીલિઝ થઈ નહોતી. તે સૂર્યવંશીના પહેલાંની ફિલ્મ છે. અમે ખોટા થઈ ગયા હતા. ‘સર્કસ’ ડલ મોમેન્ટ હતી. તેમાં ગાડીઓ ઊડી રહી નહોતી, જે અમારી ફિલ્મોથી દર્શકોને આશા હોય છે. અમારું પ્રોડક્શન હાઉસ તેમાંથી નથી જે વર્ષમાં એક ફિલ્મ બનાવે છે. દર વર્ષે અમે કંઈક ને કંઈક બનાવીએ છીએ. ક્યારેક અમે સાચા હોઈએ છીએ તો ક્યારેક ખોટા પણ હોઈએ છીએ. ભૂલ કરી છે તો તેને સ્વીકારમાં કોઈ પરેશાની ન હોવી જોઈએ કે અમે ખોટા હતા.

તેણે આગળ કહ્યું કે, અમે એ પ્રકારની ફિલ્મ બનાવી નહોતી જેવી દર્શકો અમારી પાસે આશા રાખે છે. આ ભૂલથી શીખ લેતા એ વાતને આગળ ધ્યાનમાં રાખીશું. પોતાની ભૂલોમાંથી હું હંમેશાં શીખ્યો છું. નિષ્ફળતા મારા માટે નવી નથી. મેં ‘સન્ડે’ નામની ફિલ્મ બનાવી હતી. કદાચ જ કોઈને ખબર હશે. મારી પહેલી ફિલ્મ ‘જમીન’ પણ વધારે પસંદ કરવામાં આવી નહોતી. ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ ‘દિલવાલે’ દર્શકોને પસંદ આવી નહોતી. મેં એ નિષ્ફળતાને પણ સ્વીકારી હતી.

કોરોના બાદ ફિલ્મો વધારે ટિકિટ બારી પર ચાલી રહી નથી. હું માનું છું કે દર્શકોની પસંદમાં બદલાવ આવ્યો છે, પરંતુ પોતાની ફિલ્મ ‘સર્કસ’ની નિષ્ફળતા માટે હું કોરોનાને દોષ નહીં આપું. મારી ફિલ્મ ‘સૂર્યવંશી’એ કોરોનામાં જ 200 કરોડની રૂપિયાની કમાણી કરી હતી. ‘સર્કસ’ ક્લાસિક ફિલ્મ ‘અંગૂર’ની રિમેક હતી, શું રિમેકને ટચ ન કરવું જોઈએ? તેના પર રોહિત શેટ્ટીએ બે ટૂંક જવાબ આપતા કહ્યું કે, ‘મુગલ એ આજમ’ નહોતી, ‘અંગૂર’ જ હતી. હું નિષ્ફળ રહ્યો કેમ કે દર્શક જે પ્રકારની ફિલ્મો મારી પાસે ઈચ્છે છે તે એવી ફિલ્મ નહોતી. આગામી વખત હું કોઈ એક્સપેરિમેન્ટ નહીં કરું. દર્શક જે પ્રકારની ફિલ્મો મારી પાસે ઈચ્છે છે. હું એવી જ ફિલ્મો બનાવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp