રોહિત શેટ્ટીને શૂટિંગ દરમિયાન થઈ ઇજા, હોસ્પિટલમાં કરવામાં આવ્યો દાખલ

PC: indiatv.in

રોહિત શેટ્ટી ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતા છે જે હાલમાં તેની વેબ સીરિઝ ઈન્ડિયન પોલીસ ફોર્સનું શૂટિંગ કરી રહ્યા હતા. હવે સમાચાર એવા મળી રહ્યા છે કે, હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, રોહિત શેટ્ટીને એક કાર સીન દરમ્યાન હાથ પર ઈજા થઈ હતી, જે કારણોસર તેને સારવાર અર્થે હૈદરાબાદની કામિનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યારે, જેવા આ સમાચાર આવ્યા તો તેના ચાહકો અને ઇન્ડસ્ટ્રીના તેના મિત્રો તેની સલામતીની પ્રાર્થના કરવા લાગ્યા.

 
 
 
View this post on Instagram

A post shared by Rohit Shetty (@itsrohitshetty)

વેબ સીરિઝના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત

હાલમાં રોહિત શેટ્ટી તેની વેબ સીરિઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પહેલીવાર છે જ્યારે OTT માટે તે વેબ સીરિઝનું નિર્દેશન કરી રહ્યો છે. આ સીરિઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય, શિલ્પા શેટ્ટી જેવા કલાકારો જોવા મળશે, જેનો ફર્સ્ટ લુક પહેલા જ રિવીલ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સીરિઝનું શૂટિંગ હૈદરાબાદમાં થઈ રહ્યું હતું અને તે જ સમયે સેટ પર એક અકસ્માતમાં રોહિત શેટ્ટી ઇજાગ્રસ્ત થઈ ગયો. જે બાદ હોસ્પિટલમાં તેની એક નાની સર્જરી પણ કરવામાં આવી છે. હાલમાં તેમની તબિયત સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે, તેને રજા પણ આપી દેવામાં આવી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

સિદ્ધાર્થને પણ થઈ હતી ઈજા

આ શૂટમાં કાર ચેઝ સિક્વન્સ અને અન્ય હાઈ-ઓક્ટેન એક્શન અને સ્ટંટ સીન સામેલ હતા. એમેઝોન પ્રાઇમ વીડિયો શોમાં મુખ્ય પાત્ર ભજવનારા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અન્ય મુખ્ય કલાકારો શૂટિંગમાં ભાગ લઈ રહ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં ગોવામાં ભારતીય પોલીસ દળના શૂટિંગ દરમ્યાન સિદ્ધાર્થ મલ્હોત્રાને સામાન્ય ઈજા થઈ હતી. રોહિત શેટ્ટી અને સિદ્ધાર્થ બંને પોતાની વેબ સીરિઝની શરૂઆત કરી રહ્યા છે. આ શોમાં વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં છે.

2023મા રિલીઝ થશે ઘણી ફિલ્મો

હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ રીલિઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહીં બતાવી શકી. જ્યારે હવે, 2023થી રોહિત શેટ્ટીને ઘણી આશા છે. તેમની સિંઘમ 3, ઈન્ડિયન પોલીસ ફોર્સ સીરિઝ, સૂર્યવંશી 2 અને ગોલમાલ 5 જેવી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ શકે છે. ગોલમાલ એક હિટ સીરિઝ હતી, જ્યારે સિંઘમના પણ બંને ભાગ સફળ રહ્યા હતા. અક્ષય કુમાર સ્ટારર સૂર્યવંશી પણ હિટ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp