તબ્બૂની સાડી પ્રેસ કરતો. દિવસના રૂ. 35 કમાતા રોહિતને કેવી રીતે મળી સફળતા
તમે અવાર-નવાર સાંભળ્યું હશે કે, દરેક સફળ વ્યક્તિ પાછળ તેના સંઘર્ષનું રહસ્ય હોય છે. આજે અમે તમને એવા સુપરસ્ટાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ખૂબ સારી રીતે માહિતગાર છો. આ સુપરસ્ટારે બોલીવુડની ચેન્નાઈ એક્સપ્રેસ, સિંઘમ, ગોલમાલ રીટર્ન્સ, દિલવાલે જેવી ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે. અમે પ્રખ્યાત નિર્દેશક રોહિત શેટ્ટી વિશે વાત કરી રહ્યા છીએ.
તેની ફિલ્મો વિષે વાત કરીએ તો રોહિત શેટ્ટીની મોટાભાગની ફિલ્મો હિટ સાબિત થઇ છે. તમે રોહિત શેટ્ટી વિશે ઘણી વાતો જાણતા હશો. પરંતુ આજે અમે તમને રોહિત શેટ્ટી વિશે એવી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને બહુ ઓછા લોકો જાણતા હશે.
આજે અમે તમને રોહિત શેટ્ટીના જીવનના એ સત્ય વિશે જણાવીશું, જેના વિશે જાણ્યા પછી પણ તમે માનશો નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે 1995માં આવેલી ફિલ્મ 'હકીકત' દરમિયાન, જેમાં તબ્બુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સમયે તે તબ્બુની સાડી પ્રેસ કરતો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ તે સત્ય છે. એટલું જ નહી, આ ઉપરાંત રોહિતે અનેક ફિલ્મોમાં કાજોલના મેકઅપ અને સ્પોટબોય બનવાનું કામ કર્યું છે.
સાથે-સાથે રોહિત શેટ્ટીએ અજય દેવગણની ઘણી ફિલ્મો જેમ કે, 'ફૂલ ઓર કાંટે','રાજુ ચાચા','સુહાગ','પ્યાર તો હોના હી થા' વગેરે જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે રોહિત શેટ્ટી પહેલા જે અભિનેત્રી અને અભિનેતાનું કામ કરતો હતો અને તેની આગળ પાછળ ફરતો હતો, આજે તે જ અભિનેતા અને અભિનેત્રીઓ તેની ફિલ્મમાં એક કલાકાર તરીકે કામ કરે છે.
રોહિત શેટ્ટીએ ફિલ્મ 'જમીન' થી ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2003માં રીલીઝ થઇ હતી. આ સિવાય તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે અન્ય કામ કરનારા લોકોની ઘણી ઈજ્જત કરે છે.
રોહિતનું માનવું છે કે, જયારે તમે જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરો છો, ત્યારે પણ તમારે બીજાને માન તેમજ આદર આપવું જોઈએ. આ એકમાત્ર વસ્તુ છે જે વ્યક્તિને સારો વ્યક્તિ બનાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp