ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડમાં RRR ફિલ્મે ઈતિહાસ રચીને આ કેટેગરીમાં જીત્યો ઍવોર્ડ, PMએ..

PC: twitter.com

ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડની 80મો સમારોહ અમેરિકાના લોસ એન્જેલસના બેવર્લી હિલ્સમાં થઈ રહ્યો છે. રેડ કાર્પેટ પર આ વખતે ઈન્ડિયાથી પણ લોકો સામેલ થયા છે. ગોલ્ડ ગ્લોબ ઍવોર્ડ્સ જીતવાની દોડમાં દુનિયાભરની ફિલ્મો એકબીજા સાથે મુકાબલામાં છે. SS રાજામૌલીની ફિલ્મ RRR પણ આ રેસમાં સામેલ છે. પહેલી વખતે ઈન્ટરનેશનલી નોમિનેટ થયેલી આ ફિલ્મના ગીત 'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરિજીનલ સોંગનો ઍવોર્ડ મળ્યો છે. જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ માટે આ ઘણી ખુશીની વાત છે. PM નરેન્દ્ર મોદીએ પણ આ એવોર્ડ જીત્યા બાદ ફિલ્મના ક્રૂના વખાણ કરતી ટ્વીટ કરી હતી અને શુભેચ્છા આપી હતી.

 

સાથે જ ઈન્ડિયન સિનેમા માટે પણ આ ગર્વની વાત કહી શકાય તેમ છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRR અસલમાં બે કેટેગરી માટે ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડમાં નોમિનેટ થઈ છે. આ નોન ઈંગ્લિશ લેંગ્વેજ અને બેસ્ટ ઓરિજીનલ સોંગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઈ છે.

એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનું 'નાટુ નાટુ' સોંગ વર્ષ 2022ના હિટ ટ્રેક્સમાંનું એક છે. તેના તેલુગુ વર્ઝનને વેટરન મ્યુઝિક ડાયરેક્ટર એમએમ કીરાવાનીએ કમ્પોઝ કર્યું છે અને કાલા ભૈરવની સાથે રાહુલ સિપ્લીગુંજે લખ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by RRR Movie (@rrrmovie)

ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ લેવા માટે કીરાવાની સ્ટેજ પર પહોંચ્યા હતા. જણાવી દઈએ કે 2023 માટે ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ્સ માટેના નોમિનેશનની જાહેરાત 12 ડિસેમ્બર 2022ના થઈ હતી. જાણકારી માટે જણાવી દઈએ કે એસએસ રાજામૌલીની ફિલ્મ ઓસ્કર્સની રેસમાં પણ સામેલ છે. એટલું જ નહીં 'કાંતારા' અને 'ધ કાશ્મીર ફાઈલ્સ'નું નામ પણ આ રેસમાં સામેલ છે.

આલિયા ભટ્ટે પણ આ ન્યુઝને ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરીમાં શેર કર્યો છે. તેની સાથે જ તેણે ઘણા બધા હાર્ટ ઈમોજીસ પણ શેર કર્યા છે. 'નાટુ નાટુ'ના ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ જીત્યાની જાહેરાત થતાની સાથે જ સમગ્ર ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાંથી સૌ રાજામૌલી અને તેના કલાકારોને આ ઍવોર્ડ જીતવા બદલી શુભેચ્છા પાઠવવા લાગ્યા છે. આ સાથે ફિલ્મના મુખ્ય પાત્ર એવા રામચરણે પણ ઍવોર્ડ જીત્યાની ખુશી શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- અને અમે જીતી ગયા, ગોલ્ડન ગ્લોબ. માત્ર રામ ચરણ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ અને ફિલ્મની ટીમ માટે આ ઘણી ગર્વની વાત છે.

ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ્સના રેડ કાર્પેટ પર રામ ચરણે વેરાયટી મેગેઝીનના કાર્યરત માર્ક માલકિનને ઈન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે, જ્યારે તેઓ ફિલ્મના એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યા હતા અને નાટુ નાટુ ગીત પર તેણે ડાન્સ કરવાના અનુભવ અંગે વાત કરી હતી. રામે કહ્યું કે મારા ઘૂંટણનો દર્દ ઘણો હતો અને તેના અંગે વાત કરીને આજે પણ કરીએ છે. આ એક સુંદર ટોર્ચર હતું અને જુઓ, આ અમને ક્યાં લઈને આવ્યું. આજે અમે અહીં ઊભા છે અને રેડ કાર્પેટ પર ઊભા રહીને તેના અંગે વાત કરી રહ્યા છીએ. બધાનો તેના માટે આભાર. સોંગને ઍવોર્ડ મળવાની જાહેરાત સાથે જ સમારોહમાં હાજર રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆર નાચી ઉઠ્યા હતા. તેમણે ઊભા થઈને તાળીઓ વગાડી હતી અને કીરાવાની ઍવોર્ડ લેવા માટે સ્ટેજ પર ગયા હતા. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

એસએસ રાજમૌલીની RRR ફિલ્મ એક ફિક્શનલ ફિલ્મ છે. જેની સ્ટોરી બે બહાદુર ક્રાંતિકારીઓ પર આધારિત છે- સિતારામ રાજુ અને કોમારામ ભીમ. સ્ટોરી 1920ના દશકની દેખાડવામાં આવી છે. ફિલ્મમાં રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ જોવા મળ્યા હતા. જોકે આલિયા અને અજયનું સ્પેશિયલ અપીયરન્સ હતું. ફિલ્મ ગયા વર્ષે માર્ચ મહિનામાં થિયેટરોમાં રીલિઝ થઈ હતી. તેણે ગ્લોબલ લેવલ પર 1200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર જબરજસ્ત હીટ સાબિત થઈ હતી. બે દશકમાં આ પહેલી ફિલ્મ છે જે ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ્સ માટે નોમિનેટ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp