સલમાનની ફિલ્મના સેટ પર છોકરીઓ માટે બનેલા છે નિયમો, ન પહેરી શકાય આવા કપડા

PC: garjachhattisgarhnews.com

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સ્ટારકાસ્ટ આ દિવસોમાં ચર્ચામાં છે. TV એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. એક ઈન્ટરવ્યુમાં પલકે સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, સલમાન સરની ફિલ્મોના સેટ પર છોકરીઓના ડ્રેસિંગને લઈને નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

પલક કહે છે, હું સલમાન ખાનની ફિલ્મ લાસ્ટમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. મને નથી લાગતું કે ઘણા લોકો આ વાત જાણે છે, સલમાન સરનો નિયમ છે કે, મારા સેટ પર છોકરીઓની નેકલાઇન અહીં હોવી જોઈએ (ઇશારાથી બતાવીને). બધી છોકરીઓનું શરીર ઢંકાયેલું હોવું જોઈએ. સારી યોગ્ય છોકરીઓની જેમ. તેથી, જ્યારે મારી માતાએ મને શર્ટ-જોગર્સ પહેરીને સંપૂર્ણ ઢાંકેલા શરીર સાથે સેટ પર જતી જોઈ ત્યારે તેણે મને પૂછ્યું કે, હું ક્યાં જઈ રહી છું? તે કેવો આખો સરસ સુંદર ડ્રેસ પહેર્યો છે?

તો મેં જવાબ આપ્યો, હું સલમાન સરના સેટ પર જાઉં છું. મારી માતાએ કહ્યું, વાહ. આ તો ખુબ સારુ છે. તેણે મને પૂછ્યું કે, છોકરીઓ માટે આવા નિયમો કેમ બનાવવામાં આવ્યા છે? પછી પલકે સલમાન ખાન વિશે તેની માતાને કહ્યું, તે એક આધુનિક સ્ટાઇલવાળા છે, અલબત્ત તેઓ જરૂરથી કહે છે કે, તમારે જે ઈચ્છા હોય તે પહેરો, પરંતુ તેને હંમેશા લાગે છે કે, તેની સાથે કામ કરતી છોકરીઓ સુરક્ષિત રહે. જો આજુબાજુ એવા પુરૂષો હોય કે જેમને તેઓ અંગત રીતે ઓળખતા ન હોય, તો તે જગ્યા તેમની અંગત જગ્યા નથી અને તેઓ ત્યાં દરેક વ્યક્તિ પર વિશ્વાસ કરતા નથી... આવી સ્થિતિમાં તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે મહિલાઓ હંમેશા સુરક્ષિત રહે.

પલક તિવારીના આ નિવેદનને સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થશે. કારણ કે સલમાન ખાનની આ બાજુ ભાગ્યે જ કોઈ જાણતું હશે. પલકની વાત કરીએ તો, દબંગ ખાનની ફિલ્મ તેના માટે મોટો બ્રેક છે. પલક તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટા પર તેના ગ્લેમરસ એક્ટ્સ ફેન્સના દિલની ધડકન વધારી દે છે. પલક તેની સુંદરતાને લઈને લોકો પર છવાયેલી રહે છે.

સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયેલી પલક, મોટા પરદા પર કેવો કમલ બતાવે છે તે તો, ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. 'કિસી કા ભાઈ કિસી કી જાન' 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. પલક પાસે સંજય દત્ત સ્ટારર ફિલ્મ 'ધ વર્જિન ટ્રી' પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp