પૈસા માટે બની વેઇટ્રેસ, બુટિકમાં કર્યું કામ, પછી બની TVની નંબર વન અભિનેત્રી

રૂપાલી ગાંગુલીની TVની જાણીતી અભિનેત્રીઓમાં ગણતરી થાય છે. અનુપમા શોમાં રૂપાલીએ પોતાની જોરદાર એક્ટિંગથી દરેકને પોતાના દિવાના બનાવી દીધા છે. રૂપાલીનો શો અનુપમા TVની દુનિયામાં રાજ કરી રહ્યો છે અને અભિનેત્રીને ચાહકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. રૂપાલી TVની ટોચની અભિનેત્રી બની ચૂકી છે, પરંતુ શું તમે જાણો છો કે, તેણે પોતાની જિંદગીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

જ્યારે પૈસા માટે રૂપાલીએ કરવું પડ્યુ વેઇટ્રેસનું કામ

રૂપાલી ગાંગુલીએ હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન, તે મુશ્કેલ સમયને યાદ કર્યો જ્યારે તેના પપ્પા ફિલ્મ મેકર અનિલ ગાંગુલીની બે ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હતી, જે દરમિયાન અભિનેત્રીને પૈસા માટે કેટરિંગનું કામ કરવું પડ્યું હતું. આ સિવાય તેણે વેઈટ્રેસનું કામ પણ કર્યું.

રિપોર્ટ મુજબ રૂપાલી ગાંગુલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, પપ્પાની જેવી બે ફિલ્મો ફ્લોપ થઈ તેવો અમારો મુશ્કેલ સમય શરૂ થઈ ગયો. આ પછી મારા સપનાઓએ બેકસીટ લઈ લીધી. મેં બધું જ કર્યું, બુટિકમાં કામ કર્યું, કેટરિંગ કર્યું. હું એક પાર્ટીમાં વેટ્રેસ બની હતી, જ્યાં મારા પપ્પા મહેમાન બનીને આવ્યા હતા. મેં જાહેરાતમાં કામ કર્યું. આ દરમિયાન હું મારા પતિ અશ્વિનને મળી. તેણે કહ્યું કે મારે TVમાં પ્રયત્ન કરવો જોઈએ, પછી મેં પણ તે બાબતે વિચાર્યું.

રૂપાલીએ અગ્નિને કહ્યું, આના તરત પછી મને સુકન્યામાં રોલ ઓફર થયો. મારા મગજમાં આવી ગયું હતું. પરંતુ મેં મારા પપ્પાના ફીડબેકને ખૂબ મહત્વ આપ્યું. એકવાર, મેં ગર્વથી તેમને એક સીન બતાવ્યો, અને તેમણે કહ્યું- 'પોતે રડવાનું નથી, દર્શકોને રડાવવાનું છે.' તેમણે મારા કામને બેહતર બનાવવામાં મારી મદદ કરી.

કેવી રીતે હિરોઈન બની રૂપાલી ગાંગુલી ?

રૂપાલી ગાંગુલીએ કહ્યું, પપ્પા નેશનલ એવોર્ડ વિનિંગ ડાયરેક્ટર છે અને મારા સૌથી મોટા હીરો પણ. સ્કૂલ પછી હું તેમના સેટ પર જતી હતી. તેમને દરેક ફ્રેમ ડાયરેક્ટ કરતા જોતી હતી. આ દરમિયાન હિરોઈન કેવી રીતે બની ગઈ, ખબર નહીં પડી. એકવાર એક અભિનેત્રી પપ્પાની ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી, ત્યારે પપ્પાએ મને તેમની જગ્યાએ લઈ લીધી અને આ રીતે 12 વર્ષની ઉંમરે એક્ટિંગના કીડાએ મને કરડી લીધું.

રૂપાલી ગાંગુલીનો પોતાનો એક સંઘર્ષ રહ્યો છે. આજે અભિનેત્રી TV ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' TRP રેન્કિંગમાં ટોચ પર છે. રૂપાલી ગાંગુલીની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને એટલું જ કહી શકાય છે કે, મહેનત કરતા રહો, સફળતા જરૂર મળશે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.