
ફેમસ રેપર બાદશાહનું સોંગ ‘સનક’ લગભગ એક મહિના અગાઉ રીલિઝ થયું હતું, જે આવતા જ ખૂબ ઝડપથી વાયરલ થવા લાગ્યું. તેના ફેન્સને આ સોંગ ખૂબ પસંદ આવ્યું અને તે યુટ્યુબ પર પણ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન રીલિઝ થવાના એક મહિના બાદ જ તે વિવાદોમાં ઘેરાઈ ગયું છે. જી હાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરના એક વરિષ્ઠ પૂજારીએ બાદશાહના આ સોંગમાં ભગવાન શિવ (ભોલેનાથ)ના નામ સાથે અશ્લીલ શબ્દનો ઉપયોગ કરવા પર આપત્તિ દર્શાવી છે. તેને લઈને તેના પર FIR થઈ શકે છે.
‘સનક’ સોંગને લઈને મંદિરના પૂજારીએ કહ્યું કે, રેપર તેમાં ભગવાન શિવનું નામ હટાવે અને માફી માગે. તેમણે અગાળ કહ્યું કે, તેઓ બાદશાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માગ કરશે. ઉલ્લેખનીય છે કે આ સોંગમાં સિંગરે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે અને ગાળો પણ આપી છે. ત્યારબાદ સિંગરે પોતાને ભગવાન શિવનો ભક્ત બતાવ્યો છે. પૂજારીનું કહેવું છે કે, હિન્દુ સંગઠનો સહિત મહાકાલ સેના અને પૂજારી મહાસંઘે સોંગથી ભોલેનાથનું નામ તાત્કાલીન પ્રભાવથી હટાવવાની માગ કરી છે.
મહાકાલ મંદિરના મહેશ પૂજારીનું કહેવું છે કે, હિન્દુ સનાતન ધર્મમાં છૂટનો કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે. કોઈ ફિલ્મ સ્ટાર હોય કે ગાયક કોઈને પણ ભગવાનના નામ પર અશ્લીલતા ફેલાવવાનો અધિકાર નથી. એવા લોકો પર આખા દેશમાં કાર્યવાહી થવી જોઈએ.
તો ઉજ્જૈનના રહેવારી ઋષભ યાદવનું કહેવું છે કે સોંગથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. સોંગમાં એક તરફ અશ્લીલતા પીરસવામાં આવી રહી છે તો બીજી તરફ પોતાને શિવ ભક્ત બતાવવામાં આવે છે. તેને જરાય સહન કરવામાં નહીં આવે. સોંગમાંથી આ લાઇન તાત્કાલિક હટાવે અને બાદશાહ શિવભક્તો પાસે માફી માગે. જો એમ નથી કરતો તો 24 કલાકની અંદર તેની વિરુદ્ધ FIR થશે.
ગયા મહિને રેપરનું 2 મિનિટ 15 સેકન્ડનું સોંગ રીલિઝ થયું હતું, જે હાલના દિવસોમાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. સોંગમાં 40 સેકન્ડ બાદ ગાયકને અશ્લીલ શબ્દ બોલતા સાંભળી શકાય છે. સોંગને યુટ્યુબ પર અત્યાર સુધી 6.67 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. જાણીતી હસ્તીઓ સહિત ઘણા લોકોએ આ સોંગ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી. એક તરફ જ્યાં ફેન્સ સોંગને ખૂબ પસંદ કરી રહ્યા છે તો ભગવાન શિવના ભક્ત તેનાથી નારાજ થઈ ગયા છે. હાલમાં બાદશાહ કે તેમની ટીમ તરફથી તેના પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે જોવાનું એ રહેશે કે આ સોંગમાં ભોલેનાથનું નામ હટાવવામાં આવે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp